🔥 TRENDING Taapsee Pannu Reveals Details of Priva... 25th Anniversary of Chandni Bar Celebr... PM Modi Pays Tribute to Lata Mangeshka... અમરેલીમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજ... Lata Mangeshkar’s Birth Anniversary: R... New Title Track 'Emo Emo Idi' Released
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાંદ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેન (Liquor Smuggling Train)ના AC કોચમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો, મુસાફરોએ 3 શખ્સોને પકડી RPF-GRPને સોંપ્યા.

બાંદ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેન (Liquor Smuggling Train)ના AC કોચમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો, મુસાફરોએ 3 શખ્સોને પકડી RPF-GRPને સોંપ્યા.

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 29 Aug 2026, 08:17 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Liquor Smuggling Train: વાપી બાદ સીટ નીચે બિનવારસી બેગો જોઈ મુસાફરોને શંકા ગઈ

News: બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેનના AC કોચમાંથી દારૂ (Liquor Smuggling Train)નો મોટો જથ્થો મળી આવતાં રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. ટ્રેન નંબર 09037 સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ AC કોચમાં મુસાફરોને સીટ નીચે બિનવારસી બેગો દેખાતાં શંકા ગઈ હતી. બેગ ખોલીને તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો જથ્થો મળી આવ્યો હતો.

મુસાફરોએ સમગ્ર કોચમાં સતર્કતા સાથે તપાસ કરતાં 10થી વધુ પેટીઓ, બેગ અને પ્લાસ્ટિકની કોથળીઓમાંથી દારૂ મળી આવ્યો હતો. આ દરમિયાન ત્રણ શખ્સોને મુસાફરોએ ઘેરીને ઝડપી લીધા હતા, જ્યારે બે શખ્સો ભીડનો લાભ લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. સુરત સ્ટેશન પર મુસાફરોએ પકડેલા ત્રણેય શખ્સો અને દારૂનો જથ્થો RPF-GRPને સોંપ્યો હતો.

ઘટના 27 ઓગસ્ટ, ગુરુવારના રોજ બની હોવાનું જાણવા મળે છે. બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી 09037 સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (Liquor Smuggling Train) વાપી સ્ટેશનથી આગળ વધી રહી હતી. આ દરમિયાન થર્ડ AC કોચમાં કેટલાક મુસાફરોની નજર સીટ નીચે લાંબા સમયથી પડેલી બેગો પર પડી હતી. બેગો લેવા કોઈ મુસાફર ન આવતાં શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ મુસાફરોએ બેગોની તપાસ કરી હતી. બેગ ખોલતાં અંદર વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કોચમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં અન્ય મુસાફરો પણ સતર્ક થઈ ગયા હતા. ત્યારબાદ મુસાફરોએ પોતાના સ્તરે કોચના અન્ય ભાગોમાં પણ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીટોની નીચે તેમજ કોચના અલગ-અલગ ખૂણામાંથી 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. મુસાફરોએ આ તમામ સામાનને કોચના ટોઇલેટ અને વેસ્ટિબ્યુલ પાસે એકઠો કર્યો હતો. થોડા સમયમાં ત્યાં દારૂનો મોટો જથ્થો જોવા મળ્યો હતો. મુસાફરોએ તરત જ ટ્રેન (Liquor Smuggling Train)ના TTEને જાણ કરી હતી. સાથે જ ટ્રેનમાં આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે મુદ્દે રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા હતા.
ટ્રેન (Liquor Smuggling Train)માં દારૂનો મોટો જથ્થો પકડાયો હોવાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ટ્રેન સુરત સ્ટેશન પર પહોંચતા જ RPF અને GRPની ટીમ પ્લેટફોર્મ પર પહોંચી હતી. મુસાફરોએ પકડી રાખેલા ત્રણેય શખ્સોને પોલીસને સોંપ્યા હતા. સાથે જ કોચના ટોઇલેટ પાસે એકત્ર કરવામાં આવેલો દારૂનો જથ્થો પણ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણ મોટી ટ્રાવેલ બેગ અને આશરે છ પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હતા.
📲Get App