🔥 TRENDING बड़ोरा मंडी का निरीक्षण कर कलेक्टर डॉ.... संगोली रायन्ना की मूर्ति का अनावरण Meghalaya CM Clarifies: NPP Not Wiping... IMD Reports 85% Rainfall Deficit in Me... Tripura Teachers Association Alarms Ov... Computer Teachers Intensify Tripura Ca...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા LCB દ્વારા વિજાપુરમાં વરલી-મટકાના જુગાર રમતા એક ઈસમ ₹૧૧,૭૦૦ રોકડા સાથે ઝડપાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 03 Nov 2026, 01:39 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લા LCB ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી-મટકાનો જુગાર રમતા અને રમાડતા એક ઈસમને ₹૧૧,૭૦૦ ની રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક મહેસાણાના આદેશ બાદ કરવામાં આવી છે..

મહેસાણામાં-:
પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મહેસાણા હિમાંશુ સોલંકીના નિર્દેશો અનુસાર LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયાના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત છે.આ કાર્યવાહી દરમિયાન LCB ની એક ટીમે બાતમી હકીકતના આધારે વિજાપુરના ખત્રીકુવા વિસ્તારમાં નાગણેશ્વરી પાન પાર્લર પાસે રેઇડ કરી હતી.રેઇડ દરમિયાન રાઠોડ નટવરસિંહ રામસિંહ,રહેવાસી વિજાપુર,મહેશ્વર રોડ, મણીભદ્ર વીર મંદિર પાસે,જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાયો હતો..

તેની પાસેથી ₹૧૧,૭૦૦ ની રોકડ રકમ, જુદા જુદા આંકડા લખેલી એક ડાયરી અને એક બોલપેન મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કુલ ₹૧૧,૭૦૦ ની કિંમતનો છે.ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ ૧૨(અ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.LCB ની આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી વી વાઘેલા,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદિપકુમાર જયંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ બાદરજી સહિતના સ્ટાફનો સહયોગ રહ્યો હતો.પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App