🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

LCB દ્વારા વિદેશી દારૂની ખેપ ઝડપી: રૂ.૩.૬૭ લાખનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 03:24 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં LCB ટીમે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાંથી એક કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની ૨૩ પેટીઓ સાથે રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

સાબરકાંઠામાં-:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB ટીમે એક મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ ૨૩ પેટીઓ, જેની કિંમત રૂ. ૨,૫૭,૦૧૮/- થાય છે,તે કબજે કરેલ છે.આ ઉપરાંત ગાડીની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો પ્રોહી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલના નિર્દેશ હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરીલકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારૂતી સુઝુકી રીટ્ઝ ગાડી (નંબર GJ-27-BL-6048) ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી છે.બાતમીના આધારે LCB ટીમે હિંમતનગર RTO સર્કલ હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી.જેવી જ બાતમી મુજબની ગાડી ત્યાંથી પસાર થઈ,તેને રોકવાનો ઇશારો કરતાં ચાલકે ગાડી ભગાવી હતી.જો કે નાકાબંધી તોડવાના પ્રયાસમાં ગાડીનું ટાયર ફાટી જતાં તે ત્યાં જ અટકી ગઈ હતી.પોલીસે ગાડી ચાલક અમિતકુમાર, રહેવાસી ઝાંઝરી,તા.નયાગાવ,જી.ઉદેપુર (રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો..

ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની બોટલો તથા ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩,૬૭,૦૧૮/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી અમિતકુમાર વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કેસમાં મયુર ઉર્ફે પોપટ,રાજસ્થાનના ઝાંઝરી ઠેકાના હાજર માણસ અને મહેશજી પ્રવીણજી ઠાકોર નામના ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે.LCB ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.જેમાં કામગરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ,હેડ કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર સુરેશભાઇ,નિરીલકુમાર મોજીસભાઈ,રાજુભાઇ જયરામભાઈ,પોલીસ કોન્સ્ટેબલ બિકેશસિંહ પ્રવિણસિંહ,ભાવિન રસિકલાલ...
📲Get App