🔥 TRENDING Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
L c b
Crime

L c b

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Jul 2026, 03:35 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રેસ નોટ

લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સાબરકાંઠા

ગુજરાત પોલીસ

મો.નં. ૬૩૫૯૬૨૯૧૭૨

ઈ-મેઈલ: Icb-sp-sab@gujarat.gov.in

ગુજરાત પોલીસ

તા.૧૦/૦૭/૨૦૨૭

હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં મારૂતી સુઝુકી સ્વિફટ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર નંગ- ૯૬૦ કિંમત રૂા.૨,૬૫,૫૬૦/- તથા ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૫,૬૫,૫૬૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા,

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા નાઓએ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા નેશનલ હાઇવે ઉપર સખતમાં સખત વાહન ચેકીંગ કરી તેમજ રાજસ્થાન રાજયની બોર્ડર તરફથી તથા અંતરીયાળ રસ્તાઓ ઉપર નાકાબંધી ગોઠવી તેમજ લીસ્ટેડ બુટલેગર ઉપર અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી આર.જે.જાડેજા, પો.સ.ઈ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ની ટીમના માણસો આવા ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હતા,

દરમ્યાન પો.કો.કિર્તીરાજસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, "એક સફેદ કલરની જીજે ૨૭ એપી ૩૮૮૩ નંબરની સ્વિફટ ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગરથી વિજાપુર બાજુ જનાર છે' જે બાતમી હકીકત આધારે નવાનગર ગોગા મહારાજના મંદીર નજીક વિજાપુર હાઇવે રોડ ઉપર વોચ માં હતા દરમ્યાન સદર નંબર વાળી સફેદ કલરની સ્વિફટ ગાડી આવતા જેને ઉભી રાખવા ઇશારો કરતાં ચાલકે નાકાબંધી થી થોડે દૂર રોડ ઉપર ગાડી ઉભી રાખી રાત્રીનો લાભ લઇ ભાગી ગયેલ જેથી સદર ગાડી ખોલી જોતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર નંગ- ૯૬૦ કિંમત રૂા.૨,૬૫,૫૬૦/-તથા ગાડી કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૫,૬૫,૫૬૦/- ના મુદ્દામાલ મળી આવતાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી સદર ગાડી ચાલક વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગણનાપાત્ર પ્રોહી કેસ કરી આગળની વધુ તપાસ હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

પકડાયેલ મુદ્દામાલ :-

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બીયર નંગ- ૯૬૦ કિંમત રૂા.૨.૬૫,૫૬૦/-

(૨) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફટ ગાડી GJ 27 AP 3883 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-

મળી કુલ રૂા.૫,૬૫,૫૬૦/-

પકડવાના બાકી આરોપીઓ

(૧) મારૂતી સુઝુકી કંપનીની સ્વિફટ ગાડી નંબર GJ 27 AP 3883 નો ચાલક (વોન્ટેડ)

(૨) તથા તપાસમાં મળી આવે તે વિગેરે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી:-

પો.ઈન્સ. શ્રી ડી.સી.સાકરીયા

પો.સ.ઈ. શ્રી આર.જે.જાડેજા

A.S.I.દેવુસિંહ અમરસિંહ

હેડ.કો જીગ્નેશકુમાર સુરેશભાઈ

હે.કો.નિરીલકુમાર મોજીસભાઇ

હે.કો. દેવરાજભાઈ ખીમજીભાઈ

પો.કો કિર્તિરાજસિંહ કિરીટસિંહ

પો.કો.નિલેશકુમાર બાબુભાઇ

લો.ર. નૃપેશકુમાર અરવીંદભાઈ

ડ્રા.હે.કો. ગીરીશકુમાર ગાંડાભાઈ

ડ્રા. પો.કો. જતિનભાઈ નટુભાઇ

(ડી.સી,સાકરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર

લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
📲Get App