Politics
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે GSPL કંપનીની ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
Watch on:
📘 Facebook
મળતી માહિતી મુજબ, ખેડૂતોની ખેતીની જમીનમાંથી ગેસ પાઈપલાઈન પસાર કરવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય વળતર ચૂકવ્યા વગર અને તેમની સંમતિ વિના પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ વિરોધ કરવા માટે ખેતરમાં એકત્ર થયા હતા. વિરોધ દરમિયાન પોલીસ, GSPLના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ઘટનાસ્થળે પથ્થરમારાની પણ માહિતી સામે આવી છે.
આ સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોની માગ છે કે તેમની જમીન અને ઊભા પાકને થતા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે અને પાઈપલાઈનના માર્ગ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે.
હવે સવાલ એ છે કે ખેડૂતોની રજૂઆત અને વળતરના મુદ્દે વહીવટી તંત્ર ક્યારે યોગ્ય નિર્ણય લેશે?
📍 સ્થળ: સરગવાળા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો.