🔥 TRENDING Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating... Pakistan reaches Asian Games cricket s...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધાર પોલીસની બુટલેગરો ઉપર બાજ નજર ,  graiyadhar news
Local

ગારિયાધાર પોલીસની બુટલેગરો ઉપર બાજ નજર , graiyadhar news

✍️ Reporter: Makvana Jaydip 🗓 24 Aug 2026, 10:28 AM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અહેવાલ : મકવાણા જયદીપ, ગારિયાધાર

અસામાજિક તત્વોમાં ફફડાટ, હવે બુટલેગરોની ખેર નથી


ગારિયાધાર પંથકમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા ગારિયાધાર પોલીસ એક્શન મોડમાં આવી છે.

પોલીસે લાલ આંખ કરતાં બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર પંથકમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે તેમજ ગુપ્ત બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

શંકાસ્પદ સ્થળોએ દરોડાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.

ગારિયાધાર પોલીસની કડક કામગીરીને પગલે સ્થાનિક નાગરિકોમાં પણ સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
📲Get App