🔥 TRENDING कोशी स्नातक निर्वाचन क्षेत्र से डॉ. एन... Maharashtra Politician Questions Fundi... Anant Ambani Delivers Keynote Speech a... જિયો પ્લેટફોર્મ્સનો શેર F1,358 પર લિસ્... Reliance Jio IPO Set to List Soon, Inv... Allahabad High Court Orders UP DGP to...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રખિયાલ-ગોમતીપુરના હોમગાર્ડ યુનિટના બે| હોમગાર્ડ F2000ની લાંચ લેતા ઝડપાયા: ટ્રાફિક પોઈન્ટ પર ડ્યૂટી ફાળવવા માટે દર મહિને ર1000ના હપ્તાની માંગણી કરી હતી

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 10:28 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીના તહેવારો પૂર્વે જ અમદાવાદમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 'H' ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવવા અને નોકરી ચાલુ રાખવા માટે માસિક રૂ.1,000ના હપ્તા પેટે રૂ.2,000ની લાંચ માગનારા હોમગાર્ડ યુનિટના કર્મચારીઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે બે આરોપીઓ ફરાર છે.

ટ્રાફિકમાંથી છૂટા કરી રાતિ્ર ડ્યુટીમાં મૂકી દેવાની ધમકી| ફરિયાદી ઈ-ડિવિઝન હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવે છે. એચ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળના પોઈન્ટ્સ પર| ડ્યુટી ફાળવવાની કામગીરી ડિવિઝન કમાન્ડર વિજયભાઈ| જાદવ, કમ્પ્યુટર ઓપરેટર પંકજભાઈ પરમાર અને હોમગાર્ડ હર્ષમયભાઈ સૂર્યવંશી દ્વારા કરવામાં આવતી હતી. ડિવિઝન કમાન્ડરે ફરિયાદી પાસે ધમકી આપીને દર મહિને રૂ.1,000ના હપ્તાની માગણી કરી હતી અને જણાવાયું હતું કે જો નાણાં નહીં આપે તો ટ્રાફિકમાંથી છૂટા કરી રાતિ્ર ડ્યુટીમાં મૂકી દેવાશે.|

નાણાં આપવાની ના પાડતાં ફરિયાદીને 20 જુલાઈના રોજ ટ્રાફિક ડ્યુટીમાંથી પરત ડિવિઝનમાં મૂકી દેવાયા

હતા. ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસના મળીનેમળીને કુલ રૂ.2,000ની લાંચ આપવા પર ફરીથી ટ્રાફિક ડ્યુટી ફાળવવાની ખાતરી અપાઈ હતી.

ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવાઈ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીની ટીમે બાપુનગર સિ્થત ઈન્દુલાલ યાજિ્ઞક હોલના ગેટ આગળ, ભીડભંજન ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન હર્ષમયભાઈએ ફરિયાદીને વિજય અને પંકજ વતી લાંચના નાણાં તુષાર નામના વ્યકિ્તને આપી દેવા જણાવતાં, તુષારે રૂ.2,000ની લાંચ સ્વીકારી હતી.

એસીબીએ સ્થળ પર જ લાંચ લેતાં તુષાર અને હર્ષમયને રંગેહાથ ઝડપી લીધા હતા. એકબીજાના મેળાપીપણામાં આચરાયેલા આ લાંચકાંડ અંગે એસીબીએ ગુનો નોંધી| આગળની સઘન તપાસ અને ફરાર આરોપીઓને પકડવા| ચક્રો ગતિમાન કર્યા છે
📲Get App