🔥 ट्रेंडिंग बरमान स्कूल में बवाल! प्रिंसिपल पर अभद... एटा के दीपक यादव बने मुलायम सिंह यूथ ब... Sargwada na Khedut ne dholka Cort ma l... मुकुट, शंख-चक्र अन् पद्मपीठम तिरुपतील... આર્મીની મિલિટરી નર્સિંગ સર્વિસના નિવૃત... ઇડરના ઝુમસર ગામે સર્વે નંબર-૫૦માં ૩૦ વ...
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Education

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 26 नव. 2026, 08:28 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Education

બારિયા કોલેજમાં સંવિધાન દિવસની ઉજવણી
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારિયા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એન.એસ.એસ. અંતર્ગત તારીખ 26 નવેમ્બર 2026 ના રોજ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબની પ્રેરણાથી એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ .કાળુભાઈ સરવૈયા અને ડૉ.અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર ને યાદ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ભારતીય સંવિધાન નો ઇતિહાસ તેની રચના,બંધારણ સભા,બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો,મૂળભૂત ફરજો તથા નાગરિકોના લોકશાહી મૂલ્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભારતીય સંવિધાન એ લોકશાહી શાસનનો મૂળભૂત આધાર સ્તંભ છે.સંવિધાન આપણને સમાનતા, બંધુતા, સ્વતંત્રતા, ન્યાય અને સેવા જેવા મૂલ્યોનું મહત્વ સમજાવે છે.દરેક નાગરિકે બંધારણનું સન્માન કરી પોતાના અધિકારોની સાથે પોતાની ફરજનું પણ નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ એ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંવિધાન પ્રત્યે જાગૃતિ લોકશાહીના મૂલ્યો પ્રત્યે આદર અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તેઓ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
📲Get App