🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 24 Sep 2026, 04:52 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન
વાય.એસ. આર્ટ્સ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ એફ.વાય બી.એ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબની પ્રેરણાથી સ્ટુડન્ટ યુનિયનના કોર્ડીનેટર ડૉ.હીરપરા સાહેબ, ડૉ.અનિતાબેન પટેલ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પોલીસ સબ ઇસ્પેક્ટર શ્રી કિરણસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બારિયા હાયર એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ રાજમાતા ઉર્વશી દેવી-બાપુરાજ સાહેબ ઉપાધ્યક્ષ મહારાજા શ્રીતુષાર સિંહ બાબા સાહેબ કોલેજના સેક્રેટરી શ્રીવિનુભાઈ મહેતા સહમંત્રી શ્રીકકુલભાઈ શેઠ, કારોબારી સદસ્ય શ્રી ચિરાગભાઈ શેઠ કોલેજની જી.એસ. રાધાબેન બારિયા સહિતના મહાનુભવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શ્લોકગાન અને સ્વાગત ગીત થી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવો એ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિદ્યાલય જીવન,અભ્યાસ શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યુ હતું. વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્ય નક્કી કરી,મહેનત સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવા માટે પ્રેરણાદાયી સૂચનો આપવામાં આવ્યા હતા. મહાનુભવોએ પોતાના સુંદર અને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના વક્તવ્યથી નવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થયો હતો.
કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને બોલપેન અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને વધુ આનંદમય બનાવવા માટે રાસ- ગરબા અને ટીમલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના ડૉ.એ. એસ.રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ હિન્દી વિભાગના ડૉ.ડી.એમ. વણકર સાહેબ દ્વારા કરવામાં આવી હતી .કોલેજના સમગ્ર અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના સહયોગને કારણે આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App