🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 24 Sep 2026, 04:48 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં એન.એસ.એસ. ડે નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન નું આયોજન થયું.
બારીયા કોલેજ ખાતે તારીખ 24 સપ્ટેમ્બર 2026 ના રોજ એન.એસ.એસ. ડે નિમિત્તે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન હેઠળ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને અવંતી હનુમાનજી મંદિરના સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સ્વચ્છતા હાથ ધરી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.એમ. એન.ગોહિલ સાહેબની પ્રેરણાથી કોલેજના એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. કાળુભાઈ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
એન એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને સેવાભાવ સાથે મંદિર પરિસરમાં પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકના કચરાને એકત્ર કર્યો હતો. વિદ્યાર્થીઓએ સમગ્ર મંદિર પરિસરને સ્વચ્છ બનાવી પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા,પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ કેળવાઈ હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છ પર્યાવરણ જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો સંદેશ પણ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એન.એસ.એસ.દ્વારા કરવામાં આવેલા આ સેવાકીય પ્રવૃત્તિથી મંદિર પરિસર સ્વચ્છ બન્યું તેમજ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા એ સેવા છે ની ભાવના વધુ મજબૂત બની હતી.
આ રીતે એન.એસ.એસ. ડે નિમિત્તે યોજાયેલ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કાળુભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App