🔥 TRENDING બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... Search Surge for 'Brampton Theft' Capt... Last-Minute Deal Saves India from 3-Da... Indian Banks Closed Amid September 28-... Complaint Filed Against Parvesh Verma...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
education

education

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 17 Sep 2026, 05:52 PM 👁 46
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

બારિયા કોલેજમાં ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન
વાય.એસ.આર્ટ્સ એન્ડ કે. એસ.શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા ખાતે તારીખ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન. ગોહિલ સાહેબની પ્રેરણા થી વિદ્યાર્થી યુનિયનના ચેરમેન ડૉ.હીરપરા સાહેબ તેમજ ડૉ.અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.સુરેશસાહેબ તથા ડૉ.એસ.આર.સિંગ સાહેબે પોતાની જવાબદારી નિભાવી હતી. સ્પર્ધાના પરિણામમાં પ્રથમ ક્રમાંક ભૂરીયા સુરેશભાઈ, દ્વિતીય ક્રમાંકે વાડી કિરણભાઈ અને તૃતીય ક્રમાંકે લીંમ્બોચીયા ગાયત્રીબેન રહ્યા હતા.
આ ઉપરાંત આ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિવિધ સર્જનાત્મક રંગોળીઓ રજૂ કરી પોતાની કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. રંગોળી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રમણભાઈ પટેલ તેમજ ડૉ.એ.એસ. રાઠવા સાહેબે પોતાની જવાબદારીઓ નિભાવી હતી.
રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે પટેલ દિપિકાબેન, દ્વિતીય ક્રમે પટેલ હીનાબેન તથા તૃતીય ક્રમે ભારતીબેન અને પટેલ સોનલબેન રહ્યા હતા.
આમ ચિત્ર તથા રંગોળી સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને યોગ્ય મંચ મળ્યું હતું અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું હતું. કોલેજના સમગ્ર અધ્યાપકશ્રીઓના સહયોગને કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો..
📲Get App