🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠામાં ગુજરાત પોલીસની DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ સ્પર્ધાનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:22 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પોલીસના ખેલાડીઓ માટે DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ સ્પર્ધા યોજાશે..

સાબરકાંઠા પોલીસના યજમાનપદે ભવ્ય DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ – 2026નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધા 28 સપ્ટેમ્બર 2026 થી 1 ઓક્ટોબર 2026 દરમિયાન હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે યોજાશે.આ સ્પર્ધા ગુજરાત પોલીસના ખેલાડીઓની પ્રતિભા,તાકાત,શિસ્ત અને ખેલભાવનાનો ભવ્ય ઉત્સવ બનશે.આ માત્ર જીત-હાર પૂરતી સીમિત ન રહેતા, તે ખેલાડીઓના સમર્પણ, ફિટનેસ, ટીમ સ્પિરિટ અને ગૌરવનો ઉત્સવ બની રહેશે..

આ કાર્યક્રમ દ્વારા પોલીસકર્મીઓને તેમની રમતગમતની કુશળતા પ્રદર્શિત કરવાની તક મળશે અને તે શિસ્ત તથા ખેલદિલીના મહોત્સવ સમાન બની રહેશે.નાગરિકોને આ ખેલ મહોત્સવના સાક્ષી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
📲Get App