🔥 TRENDING ರಾಯಚೂರಿನ ಅಭಿವೃದ್ಧಿ ಹಾಗೂ ಸಮುದಾಯದ ಕಲ್ಯಾಣ... હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે A.P.K ઠગન... Cash Transfer Schemes Strain State Bud... Gujarat CM Bhupendra Patel Speaks at H... NRG Foundation Launches Campaign to Ra... Gujarat CM inaugurates Hospica 2026 he...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે A.P.K ઠગને ધરપકડ,₹5.56 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Nov 2026, 10:49 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે A.P.K ફાઈલ દ્વારા થયેલી ₹5,56,019ની ઑનલાઇન છેતરપિંડીને ઉકેલી, આરોપી મોહમદ ઇમરાન મોહમદશાહિદને દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરી..

સાબરકાંઠામાં-:
સાયબર ગુનાઓને રોકવા માટે હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર A.P.K ફાઈલ દ્વારા ઑનલાઇન છેતરપિંડી કરવામાં આવી,જેમાં કુલ ₹5,56,019ની રકમની ઠગાઈ થઈ હતી.પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જાણવા મળ્યું કે આ રકમ આરોપી મોહમદ ઇમરાન મોહમદશાહિદના બેંક ખાતામાં જમા થઈ હતી..

તપાસમાં મેળવેલી ડિજિટલ પુરાવાઓના આધારે, આરોપીને શોધી કાઢીને દિલ્હી વિસ્તારના જાકિરાબાદ,ન્યૂ સલેમપુર,દિલશાદ ગાર્ડન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી.આ ધરપકડમાં હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસના અધિકારી અને કર્મચારીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.ડી.એન.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર,અમિતભાઈ રામાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,શુકલજીતસિંહ પ્રવીણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અને કિશનકુમાર આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ટીમ તરીકે કામ કર્યું.આ સફળ કામગીરી દ્વારા સાયબર ઠગોમાં ફફડાટ સર્જાઈ છે અને સાબરકાંઠા પોલીસની સાયબર ક્રાઈમ સામેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે.
📲Get App