🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરતમાં ગણેશ વિસર્જન માટે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા: 90 હજાર મૂર્તિઓનું વિસર્જન, હજારો જવાનો ખડેપગે..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 23 सित. 2026, 11:48 PM 👁 34
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં આગામી 25મી ઓગસ્ટે યોજાનાર ગણેશ વિસર્જન પર્વને લઈને પોલીસ દ્વારા અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે 90 હજારથી વધુ મૂર્તિઓના વિસર્જન માટે 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારા તૈયાર કરાયા છે..

સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જન પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. 25મી ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમ દરમિયાન અંદાજે 90 હજાર જેટલી ગણેશ મૂર્તિઓનું 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવશે.આ માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, 500 થી વધુ પોલીસ અધિકારીઓ, 5800 થી વધુ પોલીસ કર્મીઓ, 4000 જેટલા હોમગાર્ડ જવાનો, SRP ની 11 કંપનીઓ અને 1469 TRB કર્મીઓ પણ તૈનાત રહેશે. આ ઉપરાંત, RAF ની 2, CISF ની 1 અને BSF ની એક ટુકડી પણ સુરક્ષા માટે ખડેપગે રહેશે. ગણેશ વિસર્જનના રૂટ પર 450 જેટલા ધાબા પોઈન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે,જ્યાંથી સુરક્ષાકર્મીઓ પરિસ્થિતિ પર નજર રાખશે..

ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. 20 ડ્રોન કેમેરા અને 125 જેટલા વીડિયો કેમેરા દ્વારા સમગ્ર વિસર્જન પ્રક્રિયા પર બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, 900 બોડી વોર્ન કેમેરા, 150 AI કેમેરા અને 3000 સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની 15 અને SOG ની 10 ટીમ સહિત સાત QRT ટીમ પણ પરિસ્થિતિ પર દેખરેખ રાખશે.તાત્કાલિક પ્રતિભાવ માટે સાત વજ્ર વાહન અને એક વરુણ વાહન સાથેની ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે. 326 પેટ્રોલિંગ ગાડીઓ, 530 પેટ્રોલિંગ બાઇક અને 1800 થી વધુ સોલ્ડર લાઈટ પણ કાર્યરત રહેશે. વિસર્જનના દિવસે વધુ ઘસારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 25 જેટલા રૂટો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મોટા ગણપતિના વાહનો પર જીપીએસ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે, જેથી તેમના માર્ગ પર નજર રાખી શકાય.
📲Get App