🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રી નૂતન વિદ્યાલય, ડરણ ખાતે 80મા સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી
Local

શ્રી નૂતન વિદ્યાલય, ડરણ ખાતે 80મા સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 15 Aug 2026, 09:47 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

15 ઓગસ્ટ, 2026ના રોજ શ્રી નૂતન વિદ્યાલય, ડરણ ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ શ્રી નૂતન વિદ્યાલય, ડરણ ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિનની દેશભક્તિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ધ્વજવંદન વિધિ મહેસાણા જિલ્લા યુવા મોરચા ભાજપ પ્રમુખ શ્રી નીરજભાઈ મનુભાઈ પટેલના શુભ હસ્તે કરવામાં આવી. ત્યારબાદ સંપૂર્ણ વંદે માતરમ, ઝંડા ગીત તેમજ રાષ્ટ્રગાન ગાઈને માતૃભૂમિને વંદન કર્યું.

કાર્યક્રમની શુભ શરૂઆત દીપપ્રાગટ્ય તેમજ મંગલ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ મહેમાનશ્રીઓનું સ્વાગત, શાળાના આચાર્યશ્રી ભરતભાઈ, મહેસાણા જિલ્લા યુવા મોરચા ભાજપ પ્રમુખ શ્રી નીરજભાઈ, ટ્રસ્ટી શ્રી તેમજ વાઇસ ચેરમેનશ્રી, શ્રી ડરણ જૂથ કેળવણી ઉત્તેજક મંડળ શ્રી બળદેવભાઈ આઈ. ગોસ્વામી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, વક્તવ્ય, કવિતાઓ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું.

કાર્યક્રમ દરમિયાન સ્વતંત્રતા સંગ્રામના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી નીરજભાઈ દ્વારા પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત, રાષ્ટ્રીય એકતા અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. તેમણે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવા વિધાર્થીઓને આહવાન કર્યું.

દેશના વિકાસમાં શિક્ષણ, સંસ્કાર અને યુવાનોની ભૂમિકાનું મહત્વ સમજાવવા આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. અંતે રશ્મીનભાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો તેમજ સ્ટેજ સંચાલન કરનાર શ્રીમતી રીટાબેન ગજ્જરનો આભાર વ્યક્ત કર્યો અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
📲Get App