🔥 ट्रेंडिंग त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट... बैंक ऑफ महाराष्ट्र के स्टॉक का RSI ऊपर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના સીએસપી ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની જમીન સ્ટેમ્પ છેતરપિંડી
स्थानीय

સુરતના સીએસપી ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની જમીન સ્ટેમ્પ છેતરપિંડી

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 11 सित. 2026, 10:26 AM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ડીસીબી પોલીસ મથકે ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા દ્વારા 76.44 લાખની જમીન સ્ટેમ્પ માટે થયેલી છેતરપિંડીનો કેસ દાખલ કર્યો.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પરિવાર સાથે છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને 76.44 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. સરકાર માન્ય અધિકૃત સ્ટેમ્પ વેન્ડર દંપતીએ આ રકમ મેળવી લઈ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. આ ચકચારી મામલે સુરત ડીસીબી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

જૂના પરિચય અને વિશ્વાસનો ગેરલાભ ઉઠાવ્યો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) કંપનીના મેનેજર કનુ માલવિયાએ સાંસદના પુત્ર શ્રેયાંશ ધોળકિયા વતી રાંદેરના શિલ્પી સોસાયટીમાં રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે 76,44,900ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. કંપની તેમના વકીલ મહર્ષિ લાયવાલા મારફતે વર્ષ 2020થી આ જ વેન્ડર પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતી હોવાથી તેમના પર પૂર્ણ વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો.RTGS મારફતે 76.44 લાખ ટ્રાન્સફર કર્યા જમીનના ઈ-સ્ટેમ્પ મેળવવા માટે શ્રેયાંશ ધોળકિયાએ ડિસેમ્બર 2025માં આરોપી મેવાવાલા દંપતીએ આપેલા બેંક ખાતામાં RTGS મારફતે પૂરેપૂરી 76.44 લાખની રકમ ટ્રાન્સફર કરી આપી હતી. નાણાં મેળવી લીધા બાદ આરોપીઓએ સમયસર સ્ટેમ્પ પેપર આપ્યા નહોતા. દસ્તાવેજ કરવામાં સતત વિલંબ થતાં જ્યારે શ્રેયાંશ ધોળકિયાએ સ્ટેમ્પ આપવા અથવા જમા કરાવેલી પૂરી રકમ રિફંડ આપવાની માગ કરી, ત્યારે આરોપી દંપતીએ અલગ-અલગ બહાના બતાવી વાયદાઓ કરીને લાંબો સમય પસાર કરી નાખ્યો હતો.

અન્ય લોકોને સ્ટેમ્પ આપી નાણાં અંગત વપરાશમાં લીધા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો કે આરોપીઓએ સાંસદના પુત્ર પાસેથી મેળવેલા નાણાંમાંથી બીજા જ લોકોને સ્ટેમ્પ ઈસ્યુ કરી દીધા હતા અને તેમાંથી મળેલી રકમ પોતાના અંગત મોજશોખ અને અંગત વપરાશમાં વાપરી નાખી હતી. સતત ઉઘરાણી બાદ આરોપીઓએ પોતાનો બચાવ કરવા શ્રેયાંશ ધોળકિયાને 76.44 લાખનો બેંક ચેક આપ્યો હતો. જોકે, આ ચેક પણ બેંકમાં જમા કરાવતાં ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થઈ ગયો હતો, જેથી વિશ્વાસઘાત થયાની ખાતરી થઈ ગઈ હતી.પોલીસ કમિશનરની મંજૂરી બાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ ચેક બાઉન્સ થયા બાદ અને સ્પષ્ટપણે છેતરપિંડીનો ઇરાદો જણાતાં આ સમગ્ર પ્રકરણ સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની મંજૂરી મળતાં જ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે અધિકૃત ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી દંપતીની ધરપકડ કરવા માટે કાયદેસરની તપાસ તેજ કરી દીધી છે.
📲Get App