🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સત્તાવાર મોતનો આંકડો 7 પર પહોંચ્યો
Local

ભાવનગરમાં નકલી દારૂકાંડમાં સત્તાવાર મોતનો આંકડો 7 પર પહોંચ્યો

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 12:20 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરમાં ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતાં સત્તાવાર મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે.

જયેશભાઈ જીતુભાઈ ભટ્ટીને શંકાસ્પદ હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.

મૃતક જયેશભાઈ ભટ્ટીની અંતિમવિધિ સિંધુનગર ખાતે કરવામાં આવી હતી. અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડ બાદ હજુ પણ કેટલાક લોકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ અને તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App