🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં 7 પટ્ટાવાળા અને 1 બેલદારની અચાનક આંતરિક બદલી
Local

સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં 7 પટ્ટાવાળા અને 1 બેલદારની અચાનક આંતરિક બદલી

✍️ Reporter: Dhaval Maheta 🗓 08 Sep 2026, 11:40 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લિંબાયત ઝોનમાં વહીવટી સરળતા માટે 7 પટ્ટાવાળા અને 1 બેલદારને અન્ય સિવિક સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા, જેના કારણે પાલિકા વર્તુળોમાં ભારે ચર્ચા ઉદ્ભવી.

સુરત મહાનગરપાલિકાના લિંબાયત (સાઉથ ઈસ્ટ) ઝોનમાં અચાનક એકસાથે સાત પટ્ટાવાળા કર્મચારીઓ અને એક બેલદારની આંતરિક બદલી કરવામાં આવી, જેના કારણે પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગયો.

પી.એ. કચેરી સહિતના વિભાગોમાંથી આ બદલાવ કરવામાં આવ્યો, જેમાં પટાવાળા આદિત્ય એસ. દેશમુખને દેવધ સિવિક સેન્ટર, સુરેંદ્ર બી. રાજપુતને નવાગામ સિવિક સેન્ટર અને સંદિપકુમાર વી. પવારને કુંભારીયા સિવિક સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. બેલદાર સુનિલ આર. સોલંકીને દેવધ ડેપો ખાતે બદલી કરવામાં આવી.

પી.એ. કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓમાં મેઇન ડીસ્પેચ વિભાગમાંથી મથુરભાઇ સી. પટેલ, એકાઉન્ટ વિભાગમાંથી હરદેવસિંહ એસ. ડોડિયા, ટેન્ડર વિભાગમાંથી શૈલેશ એસ. સૈદાને અને જમીન મિલકત વિભાગમાંથી નિકુલ એન. સોલંકીને પટાવાળા તરીકે નિમણૂક કરવામાં આવી.

આ સામૂહિક ફેરબદલને લઈને મહાનગરપાલિકા વર્તુળોમાં તર્ક-વિતર્કો શરૂ થયા, કારણ કે વર્ગ‑4 ના કર્મચારીઓની આ પ્રકારની મોટા પાયે બદલી સામાન્ય રીતે જોવા મળતી નથી.
📲Get App