🔥 TRENDING Afghanistan Earthquake 5.1 Magnitude S... Four Injured in Mosque Fire in Baramul... J&K Police Hold ‘Run for Unity’ to Mar... Chanmari edge Dempo with dramatic stop... Two Passengers Detained for Drinking o... Ponda market’s fire‑fighting system fo...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
International

ઈરાનના નિશાના પર અમેરિકાના 'આંખ-કાન', જાણો બહેરીનમાં 6 ડ્રોનથી હુમલા પાછળનો ખેલ

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 16 Nov 2026, 12:39 AM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઈરાની સેના IRGC એ 15 નવેમ્બર 2026ના રોજ બહેરીનના રિફા હેલિકોપ્ટર બેઝ પરના અમેરિકી રડારને નિશાન બનાવી 6 ડ્રોન મોકલવાનો દાવો કર્યો છે. આ હુમલાની પુષ્ટિ થઈ નથી, પરંતુ બહેરીને સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. બહેરીનમાં અમેરિકી 5મી ફ્લીટનું મુખ્યાલય અને સૈન્ય મથકો છે, જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ઈરાન આ રડારને નષ્ટ કરીને અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવા માંગે છે.ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આંચ હવે બહેરીન સુધી પહોંચી ગઈ છે. ઈરાનની સેના IRGC એ 15 નવેમ્બર 2026ના રોજ દાવો કર્યો છે કે, તેણે બહેરીનના રિફા હેલિકોપ્ટર બેઝ પર સ્થિત અમેરિકી સેનાના એક મહત્વપૂર્ણ અર્લી-વોર્નિંગ રડારને નિશાન બનાવવા માટે 6 ડ્રોન મોકલ્યા છે. જોકે અમેરિકા કે બહેરીન તરફથી હજુ સુધી આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ બહેરીનના ગૃહ મંત્રાલયે દેશભરમાં સુરક્ષા અલર્ટ જાહેર કરીને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરી છે.


બહેરીનમાં અમેરિકાની હાજરી કેમ મહત્વની છે?

પાંચમી ફ્લીટનું મુખ્યાલય: બહેરીનની રાજધાની મનામામાં અમેરિકી નૌસેનાની 5મી ફ્લીટનું હેડક્વાર્ટર આવેલું છે, જ્યાંથી અમેરિકા ખાડી, લાલ સાગર અને હિંદ મહાસાગરના દરિયાઈ વિસ્તારો પર નજર રાખે છે.

સૈન્ય વ્યૂહાત્મક સ્થાન: 1991ના સંરક્ષણ કરાર હેઠળ અમેરિકા બહેરીનના સૈન્ય મથકો અને ખલીફા બિન સલમાન બંદરનો ઉપયોગ પોતાના મોટા યુદ્ધજહાજો અને એરક્રાફ્ટ કેરિયર રાખવા માટે કરે છે.

અર્લી-વોર્નિંગ રડારને નિશાન બનાવવા પાછળ ઈરાનની રણનીતિ

ઈરાને જે રડારને નિશાન બનાવવાનો દાવો કર્યો છે તે આકાશમાંથી આવતી મિસાઈલ કે હવાઈ ખતરાની અગાઉથી જાણકારી આપે છે. જો આ રડાર નષ્ટ થાય તો મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને સમયસર ચેતવણી મળવી મુશ્કેલ બની શકે છે. માર્ચ 2026માં પણ બહેરીન સ્થિત અમેરિકી નૌસેનાના મુખ્યાલય અને સેટેલાઈટ કોમ્યુનિકેશન ટર્મિનલ પર હુમલા થયા હતા.
📲Get App