🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં લિંબાયત પોલીસે દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 5.79 લાખનો મુદ્દામાલ જપ્ત
Crime

સુરતમાં લિંબાયત પોલીસે દારૂ ભરેલા ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો, 5.79 લાખનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Bharatbhai vekariya 🗓 08 Aug 2026, 03:58 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી એક ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી. મહાપ્રભુનગર સર્કલથી મમતા સિનેમા તરફ દારૂ ભરેલો ટેમ્પો પસાર થવાનો હોવાની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ફિલ્ડિંગ ગોઠવીને ટાટા ઈન્ટ્રા ટેમ્પોને રોક્યો હતો. તપાસ કરતાં પોલીસને ટેમ્પોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરના કુલ 2,880 નંગ મળી આવ્યા હતા. આ દારૂ અને બીયરનો જથ્થો અંદાજે રૂ. 5.79 લાખની કિંમતનો હોવાનું જાણવા મળ્યું છે.

લિંબાયત પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેમ્પો અને આરોપી પાસેથી મળેલા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 9.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં આરોપી મોહનભાઈ જીવાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસે પ્રોહિબિશનનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
📲Get App