🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં મોબાઈલ સ્નેચરને સ્થાનિકોએ ફિલ્મી સ્ટાઈલમાં 500 મીટર પીછો કરી ઝડપી પાડ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 11:44 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડિંડોલી-ભેસ્તાન રોડ પર રાહદારીનો મોંઘો સ્માર્ટફોન આંચકીને ભાગી રહેલા તસ્કરમાં સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે 500 મીટર પીછો કરી ઝડપી પાડ્યો. આરોપીએ બચવા માટે ચપ્પુ મારવાની ધમકી આપી અને પોતાને ઈજા પહોંચાડી.

સુરતમાં અસામાજિક તત્વો અને મોબાઈલ સ્નેચરો સામે હવે નાગરિકો પણ સતર્ક બન્યા છે. ડિંડોલી-ભેસ્તાન રોડ પર એક રાહદારીનો મોંઘો સ્માર્ટફોન આંચકીને ભાગી રહેલા રીઢા તસ્કરને સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે 500 મીટર સુધી પીછો કરીને ઝડપી પાડ્યો હતો. લોકોના હાથે પકડાઈ જતાં આરોપીએ બચવા માટે લોકો પર ચપ્પુ મારવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ડ્રામા રચતાં પોતાનું માથું થાંભલા સાથે અથડાવી પથ્થરથી ઈજા પહોંચાડી હતી. જોકે, લોકોએ હિંમત દાખવી તેને કાબૂમાં લઈ ડિંડોલી પોલીસને સોંપી દીધો હતો.

મળતી માહિતી મુજબ, ડિંડોલી-ભેસ્તાન રોડ પરથી એક રાહદારી પોતાના મોબાઈલ પર વાતચીત કરતાં પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તકની રાહ જોઈને ઊભેલા એક અજાણ્યા શખ્સે અચાનક રાહદારીના હાથમાંથી ઝપટ મારીને મોબાઈલ છિનવી લીધો હતો અને ભાગવા લાગ્યો હતો. ભોગ બનનાર રાહદારીએ તાત્કાલિક બૂમાબૂમ કરતાં આસપાસના જાગૃત નાગરિકો દોડી આવ્યા હતા અને આરોપીની પાછળ દોટ મૂકી હતી.

મોબાઈલ છિનવીને ભાગતો આરોપી સાંકડી ગલીઓ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ હિંમત હાર્યા વગર અંદાજે 500 મીટર સુધી તેની પાછળ દોડીને તેને ખુલ્લા પ્લોટમાં ઘેરી લીધો હતો. લોકોએ તેને પકડીને તેની પાસેથી છિનવી લેવાયેલો મોબાઈલ ફોન પણ સુરક્ષિત રીતે કબજે કરી લીધો હતો.
📲Get App