🔥 TRENDING श्रीगंगानगर से बड़ी खबर घड़साना मे किसान... नवादा में लोक शिकायत निवारण अधिकार अधि... 80 लाख रुपये के सफाई टेंडर को निरस्त क... खाली मकान में चल रही थी अवैध विस्फोटक... लड़की ने भगवान के झंडे को अनुचित स्थान... બ્રિટિશ કંપનીને 1 લાખ રૂપિયાનો દંડ, 10...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન:

✍️ Reporter: Naresh Thakor 🗓 27 Oct 2026, 07:43 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની રાજ્યની માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં| દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા 26 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, શૈક્ષણિક વર્ષ 2025-26માં દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 25| નવેમ્બર, 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે. ત્યારબાદ તમામ પ્રાથમિક સ્કૂલોમાં 26 નવેમ્બરથી બીજા શૈક્ષણિક| સત્રનો પ્રારંભ થશે.

પરિપત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત માધ્યમિક અને| ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા શૈક્ષણિક પ્રવૃતિ્ત કેલેન્ડરમાં દર્શાવેલી તારીખોને ધ્યાનમાં રાખીને દિવાળી વેકેશન નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત પ્રાથમિક સ્કૂલોમાં આ સમયગાળા દરમિયાન વેકેશન રાખવાનું રહેશે.
પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોની વેકેશન તારીખો એકસરખી રાખવા સૂચના

જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ સંકલન કરીને વેકેશનની તારીખો| જાહેર કરવાની રહેશે, જેથી પ્રાથમિક અને માધ્યમિક| સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના વેકેશનની તારીખોમાં| એકરૂપતા જળવાઈ રહે. આ ઉપરાંત, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર| પી.ટી.સી. કોલેજો તેમજ તેમના તાબા હેઠળની સ્કૂલોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.|

અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય 19 નવેમ્બરથી શરૂ|

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, NCTEના ધારાધોરણો| મુજબ પ્રથમ વર્ષ માટે નિર્ધારિત કાર્યદિવસો પૂર્ણ કરવાના હોવાથી તમામ અધ્યાપન મંદિરોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક| કાર્ય 19 નવેમ્બર, 2026થી ફરી શરૂ થશે.
📲Get App