🔥 ट्रेंडिंग Breaking news - लखनऊ में श्री राम जन्म... બ્રેકિંગ ન્યૂઝ બેંકોની 2 દિવસીય હડતાલ... अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ: એક જ પરિવારના બે ભાઈ અને બે બાળકો સહિત 4 ના મોત
स्थानीय

નખત્રાણામાં ભંગારના ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ: એક જ પરિવારના બે ભાઈ અને બે બાળકો સહિત 4 ના મોત

✍️ रिपोर्टर: Hanifbhai mahammadbhai jadav 🗓 22 अग. 2026, 08:46 PM 👁 183
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નખત્રાણા-ભુજ હાઇવે પર આવેલ ભંગારના વાડામાં થયેલા જોરદાર ધડાકામાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા છે.

નખત્રાણાની ભાગોળે સંત કૃપા હોટલ પાછળ આવેલા ભંગારના વાડામાં આજે બપોરે એક ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બ્લાસ્ટનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતા જ નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં કુંભાર મામદ (ઉ.વ. 30), કુંભાર નૂર મામદ (ઉ.વ. 26), કુંભાર હુસેન (ઉ.વ. 3) અને નૂર ફાતિમા (ઉ.વ. 3) નો સમાવેશ થાય છે.

એક જ પરિવારના બે યુવાન ભાઈઓ અને બે નાના બાળકોના એકસાથે મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો હતો, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App