મુન્દ્રામાં મેફેડ્રોને સાથે શખ્સ પકડાયો મુંદરા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કિંગ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી પોલીસે ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) ને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી 39.53 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
મુન્દ્રામાં મેફેડ્રોને સાથે શખ્સ પકડાયો મુંદરા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કિંગ પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસેથી પોલીસે ગોપાલ રામ મીંઢાણી (ગઢવી) ને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી 39.53 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત ₹1,06,890 આંકવામાં આવી છે પોલીસે ડ્રગ્સ ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹5,16,890 નો સામાન જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને વેચવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે