🔥 ट्रेंडिंग रुड़की के लालकुर्ती स्थित प्राचीन खाटू... कर्नाटक, आंध्र प्रदेश और केरल में चावल... रजस्थानी मुख्यमंत्री अशोक गहलोत ने भ्र... रजस्थान में 21 नवम्बर 2026 को सोने की... পুরুলিয়া হেঁসলা গ্রামে ধান ক্রয়ে ওজন... रजस्थानी पंचायत चुनाव में भाजपा के शहर...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા ના પોશી પોલીસ સ્ટેશનમાં લીલા ગાંજાના 3.92 કિલો ગેરકાયદેસર વાવેતર પર ધરપકડ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 21 नव. 2026, 10:37 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસ એ પોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3.92 કિલો લીલા ગાંજાનો ગેરકાયદેસર વાવેતર પકડ્યો અને રાજેટા ફળીયુ ગામના જોનાભાઇ નરસાભાઇ ગમારને ધરપકડ કરી..

સાબરકાંઠાના-:
પોશીના પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગ દરમિયાન પોશીના તાલુકાના સાલેરા ગામ, રાજેટા ફળીયુમાં 3 કિલો 920 ગ્રામ (કુલ 3.92 કિલો) લીલા ગાંજાના છોડ અને તેના મૂલ્ય 1,96,000 રૂપિયા ધરાવતા ગેરકાયદેસર પદાર્થને જપ્ત કર્યા. આ ગાંજાનો વાવેતર કપાસની ખેતરમાં પરમીટ વગર કરવામાં આવ્યો હતો અને આરોપી જોનાભાઇ નરસાભાઇ ગમારને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.આ કામગીરી "SAY NO TO DRUGS" મિશન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા હાથ ધરવામાં આવી.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિકારી ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહીલ અને અન્ય અધિકારીઓએ નશા પદાર્થોના વેચાણને અટકાવવા માટે ખાસ ટીમ ગઠિત કરી હતી..

અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયદીપકુમાર દિનેશચંદ્રની આગેવાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટીમે ગાંજાના વાવેતર સ્થળની તાત્કાલિક તપાસ કરી અને નશા પદાર્થો સંબંધિત કાયદો, એન.ડી.પી.એસ. અધિનિયમની કલમ 8(સી) અને 20(3)(1) મુજબ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો.પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એચ આર પ્રજાપતિ પોલીસ ઇન્સપેક્ટર,આર કે ગજજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જયદીપકુમાર દિનેશચંદ્ર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,રાજેન્દ્રસિંહ જશવંતસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અભિજીતસિંહ શ્રવણસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,જયરાજસિંહ લાલસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સુશીલકુમાર નરસિંહભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સુમતીકુમાર ચંદુભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હિતેંદ્રસિંહ કાળુસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમને પ્રશંસા કરવામાં આવી.
📲Get App