🔥 ट्रेंडिंग अवैध मदिरा के निर्माण, धारण एवं विक्रय... 'ब्रैम्पटन चोरी' के लिए खोज में बढ़ोतर... अंतिम क्षण में सौदे से बचा भारत का 3-द... 28-30 सितंबर के बैंक बंदी पर अपडेट: बै... परवेश वर्मा पर थप्पड़ के मामले में शिक... मंदार हिल में तीन गिरफ्तार, दो किशोर ह...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંકાણામાં 32 બોટલ રક્ત એકત્રિત, સેવા મેરા યોગદાન કાર્યક્રમ હેઠળ

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 21 सित. 2026, 04:30 PM 👁 77
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંકાણામાં સેવા મેરા યોગદાન કાર્યક્રમ હેઠળ રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 32 બોટલ રક્ત એકત્રિત થઈ.

આજરોજ માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંકાણામાં સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ, જેનું હેતુ જરૂરિયાત મંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

શિબિરમાં સ્થાનિક નાગરિકો અને આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને કુલ 32 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રક્તદાતાઓને બિરદાવવામાં આવ્યા અને એક યુનિટ રક્ત જરૂરિયાત મંદ દર્દીના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે તે પર ભાર મૂકવામાં આવ્યો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નારણભાઈ વાજા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા નાથાભાઈ નંદાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. શિબિરમાં અંગ દાનના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી, જેમાં એક અંગ દાતા શ્રી છ થી આઠ વ્યકિત ઓ ને નવ જીવન પ્રદાન કરી શકે છે તે સમજાવવામાં આવ્યું.

જુનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ઉપસ્થિત રહી અને રક્તનો સ્વીકાર કર્યો. કંકાણા પી એચ સી અને આયોજકો દ્વારા સર્વે રક્ત દાતા શ્રી ઓનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો અને ઉપસ્થિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું.
📲Get App