🔥 TRENDING 'Premada Oorali' Continues Box Office... Keerthy Suresh Imagines Playing Differ... Karnataka to Revise Gruha Lakshmi Sche... NDA Sweeps MLC Elections in Congress‑R... Rajasthan Panchayat Elections: Voting... India, HD Hyundai Push Forward with Gr...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગઠામણ પાટિયાથી સધીમાતા મંદિર વચ્ચે રૂ.31 લાખના ખર્ચે 500 મીટરનો આંતરિક રોડ બનશે

✍️ Reporter: Naresh Thakor 🗓 28 Oct 2026, 02:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયાથી સધીમાતા મંદિર વચ્ચેના માર્ગથી 500 મીટરનો આંતરિક રસ્તો બનાવવા માટે નગરપાલિકાએ પ્રકિ્રયા હાથ ધરી છે. જેનાથી આ વિસ્તારની 10 સોસાયટીઓ, 15 ગામના લોકોને હાઇવેના સરિ્વસ રોડનું ચક્કર નહીં કાપવું પડે અને સીધા જ હાઇવે ઉપર આવી શકાશે.

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ જવાના માર્ગે ડેરી ફાર્મથી સીધા હાઇવેને જોડતાં 500 મીટરના આંતરિક રોડનું કામ લાંબા સમયથી અટવાયું હતું.

બનાસકાંઠાના અધિક કલેકટરે આ માર્ગ બનાવવા પાલનપુર નગરપાલિકાને પત્ર લખી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. છતાં અગાઉની બોડીના શાસનમાં કામગીરી આગળ વધી ન હતી.

જોકે, સ્થાનિક રહીશો વસંતભાઇ મોઢ સહિતની રજૂઆતોને દિવ્ય ભાસ્કરે વાચા આપતાં હવે નગરપાલિકા દ્વારા માર્ગ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
આ અંગે નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે, આશરે 31 લાખના ખર્ચે રોડ બનાવવાની પ્રકિ્રયા હાથ ધરી છે. જેનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ માર્ગ બનવાથી પાલનપુરની 10 સોસાયટીઓ અને 15થી વધુ ગામના લોકોને સીધો લાભ મળશે.
📲Get App