🔥 TRENDING Assam CM Sarma Reaffirms Commitment to... Assam's Child Marriage Crackdown: Dhub... Amritsar Police Round Up 13 Suspects i... Rajasthan Police Arrest Two Wanted Thi... યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન.... Rajasthan High Court Clears Way for 84...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' ઉજવાશે...

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 12:06 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' ઉજવાશે...

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભીલડી ખાતે તૈયારીઓની સમીક્ષા કરી; સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું...

માન.વડાપ્રધાનશ્રી ભીલડીથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 24મો હપ્તો રિલીઝ કરશે...

દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹18,680 કરોડથી વધુની સહાય મળશે; ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,051 કરોડથી વધુની સહાય મળશે...

માન. વડાપ્રધાનશ્રી 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBRC), બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRSનું લોકાર્પણ કરશે તેમજ બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા 2 કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે...

આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે...
📲Get App