🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢ પંથકમાંથી 3 શખ્સો 5 હથિયારો સાથે પકડાયા: જામવાળી, રૂપાવટી પાસેથી ઝડપાયા; હથિયારો આપનારની શોધખોળ શરૂ

થાનગઢ પંથકમાંથી 3 શખ્સો 5 હથિયારો સાથે પકડાયા: જામવાળી, રૂપાવટી પાસેથી ઝડપાયા; હથિયારો આપનારની શોધખોળ શરૂ

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 23 Jul 2026, 03:17 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
થાનગઢ પંથકમાંથી 3 શખ્સો 5 હથિયારો સાથે પકડાયા: જામવાળી, રૂપાવટી પાસેથી ઝડપાયા; હથિયારો આપનારની શોધખોળ શરૂ
સુરેન્દ્રનગર એસઓજી ટીમે થાનગઢ પંથકમાંથી પાંચ ગેરકાયદેસર હથિયારો અને ચાર કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 65,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એસઓજી ટીમના કાનાભાઈ સાબંડ અને મુનાભાઈ સહિતના સ્ટાફે થાનગઢના જામવાળી પાસેથી રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમાર (રહે. સાકરીયા શેરી, થાનગઢ)ને એક હાથ બનાવટની પિસ્તોલ, તમંચો અને બે કારતૂસ સાથે પકડ્યો હતો. તેની પાસેથી 30,200 રૂપિયાની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આ જ સ્થળેથી રાજુ કાળુભાઈ પરમાર (રહે. ગ્રામલક્ષ્મી સોસાયટી, થાનગઢ)ને 5,000 રૂપિયાના દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લેવાયો હતો.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. હથિયારો પૂરા પાડનાર મેહુલ પરમારને ઝડપી પાડવા માટે થાનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
ત્રણેય ઝડપાયેલા શખ્સોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેમણે આ ગેરકાયદેસર હથિયારો બે વર્ષ પહેલા થાનગઢના મેહુલ ઉર્ફે ટેણો અમરાભાઈ પરમાર પાસેથી વેચાણથી લીધા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રૂપાવટીનો મેલુ પરમાર અને થાનગઢનો મેહુલ પરમાર કાકા-ભત્રીજા થાય છે.
બીજી તરફ, એસઓજી ટીમના મીતભાઈ અને કુલદીપસિંહ સહિતના સ્ટાફે થાનગઢ તાલુકાના રૂપાવટી ગામ પાસેથી મેલુ પુનાભાઈ પરમાર (રહે. રૂપાવટી)ને પકડ્યો હતો. તેની પાસેથી પણ હાથ બનાવટની પિસ્તોલ, તમંચો અને બે કારતૂસ સહિત 30,200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
📲Get App