🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર શહેર કોંગ્રેસે ગાંધી રોડ વેપારીઓની 3 વર્ષથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ આપ્યો..
Local

હિંમતનગર શહેર કોંગ્રેસે ગાંધી રોડ વેપારીઓની 3 વર્ષથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ આપ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Sep 2026, 05:02 PM 👁 100
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી રોડના વેપારીઓની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓને હિંમતનગર શહેર કોંગ્રેસે 30 સપ્ટેમ્બર 2026 સુધી ઉકેલવાની ખાતરી આપી, અને વેપારીઓએ પોતાનો ધંધો ફરી શરૂ કર્યો..

ગાંધી રોડના વેપારીઓ 3 વર્ષથી સતત પડતર પ્રશ્નોનો સામનો કરી રહ્યા હતા. હિંમતનગર શહેર કોંગ્રેસે આ મુદ્દાઓ પર હિંમત દાખવીને વેપારીઓને મજબૂત સમર્થન આપ્યું.

Iconic Road પરના અડચણરૂપ થાંભલા દૂર કરવા, પાર્કિંગની કાયમી વ્યવસ્થા, ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ અને ડ્રેનેજમાં ભરાઈ રહેલા પાણીથી થતા મચ્છરોના ઉપદ્રવ સહિતના અનેક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી.

હિંમતનગરના ધારાસભ્ય V.D. ઝાલાની મધ્યસ્થીથી ચીફ ઓફિસરે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી, અને વેપારીઓએ પોતાનો ધંધો અને રોજગાર ફરી શરૂ કર્યો.

શહેર કોંગ્રેસ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે વેપારીઓના હક અને હિત માટે જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભી રહેશે.ગાંધી રોડની આ લડત માત્ર વેપારીઓની નથી,પણ શહેરના સુવ્યવસ્થિત વિકાસ,યોગ્ય પાર્કિંગ,સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓ માટેની લડત છે.વાયદો નહીં,હવે 30 સપ્ટેમ્બર સુધીમાં કામ જોઈએ !
📲Get App