🔥 TRENDING येरमाळा येडेश्वरी मंदिरात पाचव्या माळे... आज जनपद सिद्धार्थनगर के विभिन्न विद्या... બોરીદ્રા પ્રાથમિક શાળાની દીકરીની રાજ્ય... दादर वेस्ट के नक्षत्र मॉल में मां दुर्... બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲ ਮਾਮਲੇ ''ਚ ਵੱਡੀ ਕਾਰਵਾਈ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નંઢેલાવ ગામના આરોગ્ય સબ સેન્ટર 3માં કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર: આમ આદમી પાર્ટી દ્વારા તપાસની માંગ
Crime

નંઢેલાવ ગામના આરોગ્ય સબ સેન્ટર 3માં કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર: આમ આદમી પાર્ટી દ્વારા તપાસની માંગ

✍️ Reporter: Bhabhor Kaileshbhai 🗓 15 Oct 2026, 11:20 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગરબાડા તાલુકાના નંઢેલાવ ગામમાં આરોગ્ય સબ સેન્ટર 3ના કમ્પાઉન્ડ વોલના પૂર્ણ થયેલા કામ ઉપર લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા ભ્રષ્ટાચાર મામલે આમ આદમી પાર્ટીએ તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. .

ગરબાડા તાલુકાના નંઢેલાવ ગામમાં આવેલા આરોગ્ય સબ સેન્ટર નંબર 3ના કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયા વગર જ ગેરકાયદેસર રીતે બે વખત નાણા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી-કમ-મંત્રી, એન્જિનિયર, ભાજપના પંચાયત સભ્ય અને આરોગ્ય અધિકારીની મિલીભગત હોવાનો આરોપ છે, જેમણે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર આપી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.

આ મામલે આમ આદમી પાર્ટીના 133 વિધાનસભાના ગરબાડાના આગેવાન શૈલેષભાઈ ભાભોર દ્વારા આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આક્ષેપો મુજબ, આ મિલીભગતથી થયેલા કૌભાંડમાં લાખો રૂપિયાની સરકારી રકમના દુરુપયોગની શક્યતા છે.

શૈલેષભાઈ ભાભોરે આ સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરી છે, જેથી ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને સજા મળી શકે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય. આરોગ્ય સુવિધા સાથે જોડાયેલા આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
📲Get App