स्थानीय
પોરબંદરમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 25મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’નું લોકાર્પણ
મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરતું રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. 1 ઓક્ટોબરે ખુલ્લું મુકાયું.
પોરબંદર ખાતે તા. 1 ઓક્ટોબરે રાજ્યના 25મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીના સર્વોદયના વિચારથી પ્રેરિત આ વન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનનું એક અનોખું કેન્દ્ર બનશે.
‘સર્વોદય વન’માં મહાત્મા વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ), આયુષ વન, મિશન લાઇફ ગાર્ડન જેવા વિવિધ આકર્ષણોનો સમાવેશ થાય છે. દિવ્યાંગો માટે ખાસ રમતગમતનો વિસ્તાર પણ વિકસાવવામાં આવ્યો છે. સી-વ્યૂ ગાર્ડનમાંથી દરિયાનું કુદરતી સૌંદર્ય તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો મનમોહક નજારો માણી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે કેફેટેરિયા અને પ્લે એરિયા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ સાંસ્કૃતિક વનનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીજીના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનો અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને વધુ ઉજાગર કરવાનો છે. ‘સર્વોદય વન’ પ્રકૃતિ અને ઇતિહાસના સંગમ સમાન બની રહેશે, જે મુલાકાતીઓને એક યાદગાર અનુભવ પ્રદાન કરશે.