સાણંદના ફાંગડી ગામેથી રૂ. 2.34 લાખથી વધુની કિંમતનો 1,430 બોટલ નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગની મોટી કાર્યવાહી
સાણંદ તાલુકાના ફાગંડી ગામમાં દરોડા દરમિયાન નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થો સામે કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નશાકારક પદાર્થોના દુષણને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા સાણંદના ફાગંડી ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે સાણંદ તાલુકાના સાણંદના ફાગંડી ગામમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નશાકારક કફ સિરપની કુલ 1,430 બોટલ મળી આવી હતી. પોલીસે આ જથ્થાને કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.બંધ મકાનમાં દરોડો પાડી જથ્થો કબજે
બાતમીના આધારે એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સાણંદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંધ મકાનમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપીયા 2.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
આ કાર્યવાહી દરમિયાન કફ સિરપની કુલ 1,430 બોટલ સહિત અંદાજે રૂ. 2.34 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીથી નશાના દુષણ સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટર અસીકઅલી ગીલાણી, વિરમગામ