🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટાદ કૃષ્ણસાગર તળાવમાં 21 વર્ષીય યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા
Crime

બોટાદ કૃષ્ણસાગર તળાવમાં 21 વર્ષીય યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 07 Sep 2026, 04:08 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી 21 વર્ષીય ઇમરાન ધાનાણી અને રેણુકા રાઠવા ના મૃતદેહ મળ્યા, તપાસ ચાલુ છે.

બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાં 21 વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગયો. ઘટનાની જાણ મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળે પહોંચ્યા.

મૃતક યુવકની ઓળખ ઇમરાનભાઈ આરિફભાઈ ધાનાણી, 21 વર્ષ, રહેવાસી બોટાદ તરીકે થઈ. યુવતીની ઓળખ રેણુકાબેન દિનેશભાઈ રાઠવા, 21 વર્ષ, હાલ સરવઈ પાટી, મૂળ પાવાગઢ તરીકે કરવામાં આવી.

ફાયર વિભાગની ટીમે તળાવમાંથી બંને મૃતદેહ બહાર કાઢી, પોલીસને સોંપ્યા. મૃત્યુ પામેલા શરીરોને બોટાદની સિવિલ સોનાવાલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા.

પોલીસ અને મામલતદાર દ્વારા ઘટનાસ્થળે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે, અને બંનેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ ચાલુ છે.
📲Get App