🔥 TRENDING Udhna railway station રેલવે સ્ટેશનમાં... ଆଗାମୀ ୬ ମାସ ପାଇଁ ବନ୍ଦ ହେଲା ବାବା କେଦାରନ... પાલનપુરની સ્થાનિક ક્રાઈમ બ્રાંચે મેફેડ... କୁଲଗାମରେ ଆତଙ୍କବାଦୀ ଆକ୍ରମଣ, ସୁରକ୍ଷାକର୍ମ... ವಸಂತನರಸಾಪುರದಲ್ಲಿ ಆದರ್ಶ ಕಂಪನಿಯ ನೂತನ ಘಟಕ... ବଙ୍ଗୋପସାଗରରେ ସୃଷ୍ଟି ହେଲା ଘୂର୍ଣ୍ଣିବଳୟ ,...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

121 લોકો ફ્રોડનો ભોગ બન્યા, હરિદ્વાર યાત્રાના નામે ₹5 લાખથી વધુની ઠગાઈ, લુણાવાડામાં ભારે રોષ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 12 Nov 2026, 01:21 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લુણાવાડાના સૌથી મોટા સમાચાર.


ધર્મના નામે ઠગાઈનો મોટો ભાંડો ફૂટ્યો છે. હરિદ્વાર કથાના નામે લાખો રૂપિયા ઉઘરાવી ગઠિયા ફરાર થઈ ગયા છે. અને આ ઘટનાથી લુણાવાડા પંથકમાં ભારે રોષ ફેલાયો છે.



આ ફ્રોડમાં એક કે બે નહીં, પણ પૂરા 121 યાત્રાળુ ભોગ બન્યા છે.



આયોજકો દ્વારા લોકોને લોભામણી લાલચ આપવામાં આવી હતી. માત્ર 4200 રૂપિયામાં હરિદ્વાર યાત્રા, અને રોજના 600 રૂપિયા પાછા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

ધર્મ અને શ્રદ્ધાના નામે આપેલા આ પ્રલોભનમાં આ 121 યાત્રાળુઓ આવી ગયા, અને વિશ્વાસ મૂકીને નાણાં ભરી દીધા. આ રીતે લોકો પાસેથી આશરે 5 લાખ રૂપિયાથી વધુ ઉઘરાવી લેવામાં આવ્યા છે.


નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, 11 તારીખે યાત્રાળુઓને લેવા માટે બસ આવવાની હતી. 121 યાત્રાળુઓ સવારથી તૈયાર થઈને રાહ જોતા રહ્યા. પણ નિયત સમય સુધી કોઈ બસ પહોંચી જ નહીં.

આયોજકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો તેમના તમામ નંબર સ્વિચ ઓફ આવવા લાગ્યા. ત્યારે 121 લોકોને સમજાયું કે, આપણે છેતરાઈ ગયા છીએ.


ભોગ બનનાર 121 યાત્રાળુઓની એક જ માગણી છે. આ કૌભાંડની તાત્કાલિક તપાસ થાય, ફરાર આયોજકોને પકડવામાં આવે, અને લોકોના પરસેવાની કમાણી પરત અપાવવામાં આવે.

અને જાહેર જનતાને પણ એક અપીલ છે. આવી લોભામણી લાલચ આપનારા ઠગોથી સાવચેત રહેજો. રોજ 600 રૂપિયા પાછા આપવાની વાત જ ઠગાઈનો સ્પષ્ટ સંકેત છે.
📲Get App