Local
નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કાની કામગીરી અંગે તાલીમ યોજાઈ
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ તા. 18/11/2026ના રોજ નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને ભારત સરકારની વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કા એટલે કે વસ્તી ગણતરી (Population Enumeration – PE)ની કામગીરી અંગે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમ દરમિયાન વસ્તી ગણતરીના બીજા તબક્કા માટે ગણતરી બ્લોક (Enumeration Block – EB) તથા સબ-એન્યુમરેશન બ્લોક (Sub-EB)ની રચના, ગણતરીદારો અને સુપરવાઇઝરોની કામગીરી, જવાબદારીઓ તથા વસ્તી ગણતરી દરમિયાન અનુસરવાની માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ખાસ કરીને દરેક મકાન, ઘર, કુટુંબ અને તેમાં વસવાટ કરતા દરેક વ્યક્તિની ચોકસાઈપૂર્વક નોંધણી થાય, કોઈ વ્યક્તિ ગણતરીથી બાકાત ન રહે તથા કોઈની બેવડી નોંધણી ન થાય તે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વસ્તી ગણતરી-2027ના બીજા તબક્કા માટે **સ્વ-ગણતરી (Self Enumeration) તા. 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2027 દરમિયાન** કરવામાં આવશે. ત્યારબાદ **તા. 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન ગણતરીદારો દ્વારા ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરીની કામગીરી** હાથ ધરવામાં આવશે. સ્વ-ગણતરી દરમિયાન નાગરિકો ઓનલાઇન માધ્યમથી પોતાના પરિવારની વિગતો જાતે જ નોંધાવી શકશે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ મળનાર SE ID ગણતરીદારને ઘરની મુલાકાત દરમિયાન આપવાની રહેશે.
આ અંગે મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે સ્વ-ગણતરી માટે ઉપલબ્ધ સમયગાળા દરમિયાન વધુમાં વધુ પરિવારો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પોતાની અને પોતાના પરિવારની વિગતો સ્વયં નોંધાવે. ત્યારબાદ જ્યારે ગણતરીદારો ઘરે આવે ત્યારે સ્વ-ગણતરી કરાવેલ હોય કે ન હોય, તેમને જરૂરી તમામ માહિતી સાચી, સંપૂર્ણ અને ચોકસાઈપૂર્વક પૂરી પાડે તથા વસ્તી ગણતરીની આ રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરીમાં સક્રિય સહયોગ આપે.
તાલીમ દરમિયાન નાગરિકોને પૂછવામાં આવનાર કુલ 40 પ્રશ્નો અંગે પણ વિગતવાર સમજણ આપવામાં આવી હતી. જેમાં પ્રશ્ન નં. 9 હેઠળ ધર્મ, પ્રશ્ન નં. 10 હેઠળ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સંબંધિત વિગતો તથા પ્રશ્ન નં. 13 સહિતના વિવિધ પ્રશ્નો અંગેની જોગવાઈઓ અને માહિતી નોંધવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી. માહિતી એકત્રિત કરતી વખતે ચોકસાઈ, નિષ્પક્ષતા અને ગોપનીયતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વસ્તી ગણતરી-2027ની વિશેષતા એ છે કે ભારતમાં પ્રથમ વખત આ કામગીરી ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત મોબાઇલ એપ્લિકેશન અને ડિજિટલ ઉપકરણો દ્વારા માહિતી એકત્રિત કરવી, ડેટા એન્ટ્રી, ઓનલાઇન માહિતી સંકલન, ડેટા સિંક્રોનાઇઝેશન તથા સ્વ-ગણતરીની પ્રક્રિયા અંગે પણ વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
વસ્તી ગણતરી દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવતી વ્યક્તિગત માહિતીની ગોપનીયતા કાયદા દ્વારા સુરક્ષિત છે. વસ્તી ગણતરી અધિનિયમ, 1948ની કલમ 15 મુજબ વસ્તી ગણતરીના રેકોર્ડની ગોપનીયતા જાળવવામાં આવે છે અને તેનો ઉપયોગ કાયદામાં નિર્ધારિત હેતુઓ સિવાય કરી શકાતો નથી. માહિતી અધિકાર અધિનિયમ, 2005ની કલમ 8(1)(j) હેઠળ પણ વ્યક્તિગત માહિતી જાહેર કરવા અંગે કાયદાકીય જોગવાઈઓ લાગુ પડે છે. આથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા રાખ્યા વિના નિર્ભયતાપૂર્વક સાચી અને સંપૂર્ણ માહિતી આપવી.
આ તાલીમમાં જિલ્લાના તમામ મામલતદારો, વસ્તી ગણતરીના ચાર્જ અધિકારીઓ, તમામ ચીફ ઓફિસરો, ટેકનિકલ આસિસ્ટન્ટ તથા વસ્તી ગણતરીના નાયબ મામલતદારો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંતમાં નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પરસ્પર સંકલન સાથે સમયમર્યાદામાં ચોકસાઈપૂર્વક કામગીરી પૂર્ણ કરવા તથા મહીસાગર જિલ્લાના દરેક નાગરિક અને પરિવારનો વસ્તી ગણતરીમાં સમાવેશ થાય અને કોઈપણ પ્રકારની બેવડી કે અધૂરી નોંધણી ન થાય તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું.