🔥 TRENDING कायमगंज: तेज बारिश से ढहा पक्का मकान,... તિલકવાડા આંગણવાડી કેન્દ્ર-4 ખાતે પોષણ... સાબરકાંઠા LCB: રાજસ્થાનની 'બીજુડા ગેંગ... বাগনানে বৃদ্ধের হাতে চন্দ্রবোড়া সাপ ধ... ઘોઘંબા: નળ સે જલ યોજનાના પાણીના ટાકા બ... माड़र गाँव में बागमती नदी का जलस्तर बढ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાપુતારામાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'મોન્સૂન ફેસ્ટિવલ-2026'નો શુભારંભ, 13 રાજ્યોના કલાકારોએ જમાવ્યો રંગ
Local

સાપુતારામાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે 'મોન્સૂન ફેસ્ટિવલ-2026'નો શુભારંભ, 13 રાજ્યોના કલાકારોએ જમાવ્યો રંગ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Aug 2026, 10:04 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડાંગનું ગૌરવ સમાન સાપુતારા ખાતે પ્રકૃતિ અને સંસ્કૃતિના અદ્ભુત સંગમ સમા 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026'નો શુભારંભ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો છે. આ ફેસ્ટિવલ આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાપુતારા ખાતે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉત્સવ આગામી તા. 29 ઓગસ્ટ સુધી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાને પ્રકૃતિ, સંસ્કૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાના રંગોથી મહેકાવશે.

ઉદ્ઘાટન સમારોહ બાદ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 રાજ્યોના 110 કલાકારો દ્વારા નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સ્થાનિક કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્યની મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાપુતારા માત્ર એક હિલ સ્ટેશન નથી, પરંતુ તે ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત પ્રકૃતિની ઓળખ છે. આ ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને ગુજરાતની વિવિધતાનો અનુભવ કરવાની તક મળશે.
📲Get App