🔥 TRENDING ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... भैरमगढ़ में नगर पंचायत को हटाने और ग्र... Supreme Court Declines to Intervene in... Chhattisgarh CM Visits Flood‑Hit Sukma... Heavy Rains in Chhattisgarh Leave 8 De... LPU Suspends Classes for 10 Days as Pr...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત કોર્ટે વેપારી સામે 2 વર્ષની સજા અને 27.50 લાખ દંડનો હુકમ
Local

સુરત કોર્ટે વેપારી સામે 2 વર્ષની સજા અને 27.50 લાખ દંડનો હુકમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 07:15 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત કોર્ટે 13 ચેક રિટર્ન કેસમાં વેપારીને 2 વર્ષની કેદ અને 27.50 લાખ દંડની સજા આપી.

સુરત કોર્ટે તાજેતરમાં 13 ચેક રિટર્ન થયેલા કેસમાં આરોપી વેપારીને મહત્તમ બે વર્ષની કેદ અને રૂ. 27.50 લાખનો દંડ ભરવાનો હુકમ આપ્યો.

આ કેસમાં તમિલનાડુના ઈરોડમાં ‘અશોક ટેક્સટાઈલ્સ’ નામે ધંધો કરતા ભગવાનદાસ સદવાનીએ સુરતમાં ‘દેવમ્ ક્રિએશન’ નામે વેપાર કરતા રાહુલ લુંભાણી પાસેથી પડદાનું કાપડ ખરીદ્યું હતું. ખરીદી બાદ બાકી નીકળતી લેણી રકમ ચૂકવવા માટે ભગવાનદાસે કુલ રૂ. 15.26 લાખના 13 અલગ-અલગ ચેક આપ્યા.

ફરિયાદીએ સમયસર તમામ ચેક બેંકમાં જમા કરાવ્યા હતા, પરંતુ બેંક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી તમામ ચેક બાઉન્સ થયા. પરિણામે, ફરિયાદી વેપારી તરફથી વકીલ સમર્થ કાપડિયા મારફતે સુરત કોર્ટમાં ત્રણ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

ચુકાદાના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર રહેતા કાયદાકીય કાર્યવાહીનો ભાગરૂપે તેની વિરુદ્ધ ધરપકડ માટે ‘ફરતું વોરંટ’ પણ જારી કરવામાં આવ્યું.
📲Get App