🔥 TRENDING सुलतानगंज में जयसवाल समिति अजगैबीनाथधा... காரைக்குடி வித்யாகிரி பள்ளி மாணவர்  உல... लखनऊ में 5वें कौशल दीक्षांत समारोह में... अमित भाऊ मोरे Kaushik Reddy Questions Revanth’s Pens... Auto Show by Namasthe Telangana Draws...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના રામપરા-2 સ્થિત વૃંદાવન બાગ ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ, તુલસી વિવાહ અને ધ્વજારોહણનું આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 21 Nov 2026, 10:44 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના રામપરા-2 સ્થિત વૃંદાવન બાગ ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવ, તુલસી વિવાહ અને ધ્વજારોહણનું આયોજન

ખ્યાતનામ સંત મહંત રાજેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં 21 નવેમ્બરે યોજાયો દિવ્ય ધાર્મિક ઉત્સવ, રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારોના લોકડાયરાનું પણ આયોજન

રાજુલા તાલુકાના રામપરા 2 ગામે આવેલી સંત શિરોમણી શ્રી રામદાસજી બાપુની તપોભૂમિ સમાન શ્રી વૃંદાવન બાગ ખાતે કારતક સુદ અગિયારસ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 નવેમ્બર 2026, ને શનિવારના રોજ અન્નકૂટ મહોત્સવ, તુલસી વિવાહ, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમગ્ર ધાર્મિક ઉત્સવ ભારતભરમાં ખ્યાતનામ સાધુ શ્રી મહંત રાજેન્દ્રદાસ બાપુના નિમંત્રણ અને સાનિધ્યમાં યોજાશે. આ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ, જગતગુરુ શ્રી દિલીપદેવાચાર્યજી મહારાજ સહિતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મહંત શ્રી રાધારમણદાસજી, મહંત શ્રી રામદાસદાસજી, મહંત શ્રી કિશોરદાસજી અને મહંત શ્રી લાલદાસ બાપુ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

કાર્યક્રમની શરૂઆત 20 નવેમ્બર, શુક્રવારના રોજ સવારે 9 કલાકે શ્રી અખંડ રામપારાયણથી થશે. જ્યારે 21 નવેમ્બરના રોજ સવારે 8 કલાકે સુંદરકાંડ પાઠ યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે ગોરણી પૂજન, સાંજે 6 કલાકે ધ્વજારોહણ, સાંજે 7 કલાકે મહાઆરતી, જાન આગમન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રે 10:30 કલાકે તુલસી વિવાહ પ્રસંગે હસ્તમેળાપની પવિત્ર વિધિ યોજાશે. આ તમામ ધાર્મિક વિધિઓ શાસ્ત્રીશ્રી સાગરભાઈ ભનાભાઈ ઉપાધ્યાયના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થશે.

રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારોનો ભવ્ય લોકડાયરો

ધાર્મિક ઉત્સવના ભાગરૂપે રાત્રે 10 વાગ્યે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભોજાભાઈ ભરવાડ ભજનીક, ગંભીરભાઈ આહીર, કનુભાઈ આહીર, નીરુભા ગઢવી લોકસાહિત્યકાર ઉષાબેન આહીર અને રેખાબેન આહીર સહિતના જાણીતા કલાકારો પોતાની કલાની રમઝટ બોલાવશે.

નિંગાળા અને સમઢિયાળાથી આવશે વૃંદાજીની જાન

તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે સૌ.કા. શ્રી વૃંદાજીની જાન નિંગાળા 1‌ સમઢિયાળા તથા રાયપુર તાલુકા બાબરા ખાતેથી આવશે. આ પ્રસંગે યજમાનો અને ગ્રામજનો દ્વારા ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય ધાર્મિક ઉત્સવમાં રાજુલા તાલુકા સહિત આસપાસના ગામોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને સપરિવાર ઉપસ્થિત રહેવા શ્રી વૃંદાવન બાગ, રામપરા 2 તથા મહંત રાજેન્દ્રદાસ બાપુ અને સમસ્ત સેવક સમુદાય દ્વારા ભાવભર્યું આમંત્રણ ટપાઠવવામાં આવ્યું છે.

સ્થળ શ્રી વૃંદાવન બાગ, રામપરા‌ 2, તાલુકા રાજુલા, જીલ્લો અમરેલી.
📲Get App