🔥 ट्रेंडिंग આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS ने 2026 MTV VMAs में इतिहास रचा, त... वीड्या वोक्स ने चेतावनी दी: एआई मानव क... मुंबई में हल्की बारिश और गरज-गड़गड़ाहट...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટતાં 19 વર્ષીય યુવકનું મોત

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 24 सित. 2026, 09:40 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા 30 વર્ષ જૂના જર્જરિત સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે સ્લેબ ધરાશાયી થતાં 19 વર્ષીય યુવકનું મોત થયું છે. ઘટના સમયે પરિવારના અન્ય સભ્યો અન્ય રૂમમાં હોવાથી બચી ગયા હતા.

સુરત શહેરમાં જર્જરિત ઇમારતો સામે તંત્રની નોટિસો છતાં લોકો જોખમી વસવાટ કરી રહ્યા હોવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા 30 વર્ષ જૂના જર્જરિત સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક સ્લેબ ધરાશાયી થતાં ઘરમાં હાજર 19 વર્ષીય યુવક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતક યુવકની ઓળખ 19 વર્ષીય આલોક શિવરતનભાઈ કોરી તરીકે થઈ છે. ઘટના બની તે સમયે આલોક પોતાના રૂમમાં હાજર હતો, ત્યારે અચાનક ચોથા માળનો સ્લેબ અને ફ્લોરિંગ ધડાકાભેર નીચે તૂટી પડ્યા હતા. આલોક કાટમાળ નીચે દબાઈ જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ સમયે તેના માતા-પિતા અને બહેન ફ્લેટના બીજા રૂમમાં હોવાથી તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ નજર સામે જ એકનો એક દીકરો કાટમાળ નીચે દબાતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જ્યો છે.
📲Get App