🔥 ट्रेंडिंग মুখ্যমন্ত্রীর ঘোষণায় মাসিক বিদ্যুৎ বি... बिसलेरी ने कहा, नियामक ने कार्सिनोजेन... एफएसएसएआई ने गोवा में बिस्लेरी के दूषि... नागालैंड के मोन में 28.38 लाख रुपये की... NVIDIA ने जेन्सेन हुआंग को फिर से सीईओ... न्यू मार्केट FC ने 26वें NSF मार्टिर्स...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

એસ.ટી.બસમાં રૂ.1.45 લાખનો વિદેશી દારૂ લઈ જવાના કેસમાં બસ ડ્રાઈવરની જામીન અરજી નામંજૂર

✍️ रिपोर्टर: sutariya kalpeshbhai haribhai 🗓 24 नव. 2026, 12:08 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એસ.ટી.બસમાં રૂ.1.45 લાખનો વિદેશી દારૂ લઈ જવાના કેસમાં બસ ડ્રાઈવરની જામીન અરજી નામંજૂર

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં એસ.ટી. બસ મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલા બસ ડ્રાઈવરની જામીન અરજી જામનગરની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આરોપી પાસેથી રૂ.1,45,600ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 620 બોટલો મળી આવી હતી. ગુનાની ગંભીરતા, દારૂનો મોટો જથ્થો તથા તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાની બાબતોને ધ્યાને લઈ અદાલતે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી રાજેશકુમાર ઉર્ફે પાકો ભીમસિંહ પટેલિયા (ઉંમર 44, રહે. ડાંગરીયા, તા. મોરવા હડફ, જિ. પંચમહાલ) સરકારી કર્મચારી તરીકે એસ.ટી. બસના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પોતાના કબજાની એસ.ટી. બસ નંબર જીજે-18-ઝેડટી-2943માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 620 બોટલો, જેની કિંમત રૂ.1,45,600 થાય છે, તેની હેરાફેરી કરતા ઝડપાયા હતા. આ બનાવ અંગે કાલાવડ (ગ્રામ્ય) પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમની કલમ 65(એ)(ઈ) તથા 116(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેણે જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ જામીન અરજીનો રાજ્ય સરકાર તરફથી વિરોધ કરતાં જિલ્લા સરકારી વકીલે અદાલતમાં રજૂઆત કરી હતી કે આરોપી પાસેથી મોટી માત્રામાં પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે અને ગુનાની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં ચાલી રહી છે. આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે તેમજ આવી પ્રવૃત્તિ ફરી આચરવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં સરકારી કર્મચારી દ્વારા જ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાના આક્ષેપને ગંભીરતાથી લઈ આરોપીને જામીન પર મુક્ત ન કરવા જોઈએ તેવી દલીલ સરકારી પક્ષે રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ત્રીજા એડિશનલ સેશન્સ જજે નોંધ્યું હતું કે આરોપી સરકારી કર્મચારી હોવા છતાં કાયદાનું પાલન કરવાને બદલે ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું પ્રથમદર્શી રીતે જણાય છે. દારૂનો મોટો જથ્થો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અદાલતે સરકારી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
📲Get App