अपराध
અમદાવાદમાં શેરબજારની લાલચે 1.27 કરોડની ઠગાઈ: ઈઓડબ્લ્યુએ બે આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદમાં શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને 100 રોકાણકારો પાસેથી 1.27 કરોડ રૂપિયા પડાવનાર ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સના બે સંચાલકોને ઈઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
અમદાવાદમાં શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને મોટી ઠગાઈ આચરનાર ચાર આરોપીઓમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. ઈઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચે ડિસિપ્લિન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રા.લી ના સંચાલકો ભાર્ગવ પંડ્યા અને અલ્કેશપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે. આ ઠગાઈના મામલે વિરાટ પરમાર, અલ્કેશપુરી ગોસ્વામી, ભાર્ગવ પંડ્યા અને ધર્મેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે.
આરોપીઓએ રોકાણકારોને માસિક 2 થી 2.5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે 2 વર્ષમાં ત્રણ ગણા રૂપિયા આપવામાં આવશે. આ લાલચમાં આવેલા 100 જેટલા રોકાણકારો પાસેથી આરોપીઓએ કુલ 1.27 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓએ આ માટે છ અલગ અલગ કંપનીઓ ઊભી કરી હતી અને 235 જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કર્યા હતા.
પોલીસના તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અલ્કેશપુરી ગોસ્વામી એરફોર્સમાં નોકરી કરતો હોવાનો દાવો કરતો હતો. આ ઉપરાંત, આરોપીઓ સામે અગાઉ અડાલજમાં ત્રણ કરોડની ઠગાઈની ફરિયાદ પણ નોંધાઈ છે. ઈઓડબ્લ્યુ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.