🔥 TRENDING Dengue Fever Evolves: New Symptoms, Pa... जैथरा में आज होगा कंस वध मेले का आयोजन Gujarat Launches Homestay Initiative i... Black-Headed Caterpillars Threaten Coc... India's High Courts Define Scope of Co... BJP leader dies from electrocution aft...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત યુનિવર્સિટીમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સ પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવી રહ્યા છે
Education

ગુજરાત યુનિવર્સિટીમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સ પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવી રહ્યા છે

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 14 Aug 2026, 05:20 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ વેરિફિકેશન વગર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ્સ સામે તપાસની માંગ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સ પોલીસ વેરિફિકેશન વિના ફરજ બજાવી રહ્યા છે. આ મામલો ત્યારે ઉદભવ્યો જ્યારે આનંદનગરમાં દુષ્કર્મની ઘટના બની હતી, જેને પગલે NSUI દ્વારા સિક્યુરિટી ગાર્ડ્સની તપાસની માંગ કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં પેન્થર સિક્યુરિટી એજન્સીને સિક્યુરિટી કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ, 180થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સમાં માત્ર 80 જ ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યારે 100થી વધુ ગાર્ડ્સ પોલીસ વેરિફિકેશન વિના ફરજ બજાવી રહ્યા છે.

NSUI દ્વારા આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવાની માંગ કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, જે સિક્યોરિટી ગાર્ડ્સનું વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તેમની સામે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીને રદ અને બ્લેકલિસ્ટ કરવામાં આવે.
📲Get App