🔥 TRENDING Jamia Millia Islamia Students Continue... Neha Bora Refuses to Sign 10,000 Rupee... Madhya Pradesh Assembly to Go Paperles... രംഗോലം 2026 കാരാട്ടുപറമ്പിൽ നടക്കും सभी मतदाता अपना वोट अवश्य कराएँ, दूसरो... Noida sector 125 me Aag lag gaye
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાગબારામાં 10 નિવૃત્ત શિક્ષકોનું સન્માન | મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 24 Oct 2026, 05:34 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 10 નિવૃત્ત શિક્ષકોના સન્માનમાં વિદાય સમારંભ યોજાયો હતો. સેલંબા સ્થિત મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર 10 શિક્ષકોનું સન્માન કરી તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારાસિંહ સાહેબ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત, મહામંત્રી સુરેશભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા મગનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મનજીભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો ગિરધરભાઈ અને હેતલબેન, ગુજરાત યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર દિલીપભાઈ વસાવા તેમજ ટી.પી.ઓ. રામદાસ વસાવા સહિત અન્ય મહાનુભાવો અને શિક્ષક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સન્માનિત થનાર શિક્ષકોમાં નાનસિંગભાઈ વસાવા, દામજીભાઈ વસાવા, પ્રકાશચંદ્ર બારોટ, ભીમસિંગભાઈ વસાવા, ધિરસિંગભાઈ વસાવા, રાજમહેન્દ્ર વલવી, અમરસિંગભાઈ વસાવા, અરુણભાઈ વલવી, ભરતભાઈ ચૌધરી અને ગણેશભાઈ પાટીલનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ તડવી, મંત્રી જર્મનભાઈ વસાવા તથા ઉપપ્રમુખ મોહનભાઈ વડવીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સેલંબા મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ નિવૃત્ત શિક્ષકોની વર્ષો સુધીની શૈક્ષણિક સેવાઓને બિરદાવી તેમના સુખમય અને તંદુરસ્ત નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આમ, સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આ સન્માન સમારંભ શિક્ષકોના યોગદાનને બિરદાવતો અને લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
📲Get App