🔥 TRENDING विधायक डॉ. चंद्रू के. लामणी ने जनसुनवा... श्री राम जन्मभूमि सुरक्षा संगठन का यूप... ସୃଷ୍ଟି ହେଲା ଅବପାତ ପହଞ୍ଚି ପାରିଲାନି ଆମ୍ୱୁଲାନ୍ସ; ବାତ୍ୟା ଆଶ୍... सांभर झील में भाजपा का बोर्ड बनाने हेत... ନିଆଳିରେ ୨୭୫ ଅପମିଶ୍ରିତକାରୀଙ୍କ ନାଁରେ ଏତଲ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં '1 કિલો પ્લાસ્ટિક બદલ ગણેશ મૂર્તિ' અભિયાન વિવાદમાં, ઉધનામાં સ્ટોક પૂરો થતાં લોકોમાં નારાજગી
Local

સુરતમાં '1 કિલો પ્લાસ્ટિક બદલ ગણેશ મૂર્તિ' અભિયાન વિવાદમાં, ઉધનામાં સ્ટોક પૂરો થતાં લોકોમાં નારાજગી

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 03:28 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલું ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાન વહીવટી અણઆવડતને કારણે વિવાદનું કેન્દ્ર બન્યું છે. ઉધના ઝોનમાં સેંકડો નાગરિકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા છતાં મૂર્તિઓનો સ્ટોક પૂરો થઈ જતાં લોકો ખાલી હાથે પરત ફરવા પડ્યા હતા.

પર્યાવરણની જાળવણી અને ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલું અનોખું અભિયાન ભારે લોકપ્રિયતા બાદ વહીવટી અણઆવડતને કારણે વિવાદમાં સપડાયું છે. પાલિકાએ નાગરિકો પાસેથી '1 કિલો પ્લાસ્ટિક આપો અને એક માટીની ગણેશજીની મૂર્તિ મેળવો' યોજના જાહેર કરી હતી. આ અભિયાનને શહેરીજનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. પાલિકાના સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા પાંચ દિવસમાં 1100 જેટલી ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું વિતરણ થયું છે અને તેના બદલામાં શહેરભરમાંથી અંદાજે 2100 કિલો જેટલો પ્લાસ્ટિક કચરો એકત્ર થયો છે. જોકે, આ સરાહનીય અભિયાન પૂરતા આયોજનના અભાવે વિવાદનું કેન્દ્ર બન્યું છે.

ઉધના ઝોન કચેરી ખાતે ગુરુવારે સવારથી જ સેંકડો નાગરિકો, ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ અને વડીલો, પ્લાસ્ટિકની થેલીઓ લઈને લાંબી કતારોમાં ઊભા રહી ગયા હતા. કલાકો સુધી ધોમધખતા તડકામાં ઊભા રહ્યા બાદ જ્યારે લોકો વિતરણ કાઉન્ટર સુધી પહોંચ્યા ત્યારે તંત્ર દ્વારા અચાનક હાથ ઊંચા કરી દેવાયા હતા અને જાહેરાત કરવામાં આવી હતી કે મૂર્તિઓનો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. પૂરતો સ્ટોક રાખ્યા વિના કે મૂર્તિઓની મર્યાદિત સંખ્યા બાબતે અગાઉથી કોઈ સ્પષ્ટતા કર્યા વિના અભિયાન ચલાવાતાં લાઈનમાં ઊભેલા લોકોમાં ભારે નિરાશા અને સખત નારાજગી વ્યાપી ગઈ હતી. અંતે, કલાકોની મહેનત બાદ લોકોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
📲Get App