🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બીલીમોરા ખાતે V.S. પટેલ કોલેજમાં BCA અને BBA વિદ્યાર્થીઓનું પ્રવેશોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ
Education

બીલીમોરા ખાતે V.S. પટેલ કોલેજમાં BCA અને BBA વિદ્યાર્થીઓનું પ્રવેશોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ

✍️ Reporter: Bhupatbhai Barot 🗓 05 Sep 2026, 06:42 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બીલીમોરા વિભાગ કેળવણી મંડળા સંચાલિત V.S. પટેલ કોલેજમાં ગુરુવારે યોજાયેલ પ્રવેશોત્સવમાં પ્રથમ વર્ષના BCA અને BBA વિદ્યાર્થીઓને કેમ્પસ, અભ્યાસક્રમ અને પ્લેસમેન્ટ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

બીલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત V.S. પટેલ કોલેજમાં ગુરુવારે BCA અને BBAના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઉષ્માભર્યું પ્રવેશોત્સવ યોજાયું.

પ્રવેશોત્સવ દરમિયાન નવા વિદ્યાર્થીઓને કેમ્પસ, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, નિયમો, લાયબ્રેરી અને પ્લેસમેન્ટની તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે કેળવણી મંડળની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ નેમાણી અને વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ ભરતભાઈ અમીને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિસ્ત, સમયપાલન અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા કારકિર્દી ઘડવા પ્રેરિત કર્યા.

ઇન્ચાર્જ આચાર્ય ડૉ. એ. આર. બજાંજે સંસ્થાની શૈક્ષણિક પરંપરાથી પરિચિત કર્યા, જ્યારે સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન કો-ઓર્ડિનેટર ડૉ. કૃણાલ ભાવસારે કર્યું. અંતમાં પ્રાધ્યાપિકા હિતેશ્રી લાડ અને વિધિબેન દ્વારા આભારવિધિ યોજાઈ.
📲Get App