🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત.
National

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત.

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 01 Jul 2026, 03:55 PM 👁 47
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે આયોજિત VGRC દરમિયાન ટકાઉ આંત્રપ્રિન્યોરશિપ અને મહિલા સશક્તીકરણના નવતર મોડેલની સમીક્ષા કરી; GSFC યુનિવર્સિટી ખાતે સ્થાનિક સામાજિક સ્ટાર્ટઅપ 'રેવા વેવ્સ'ના સ્ટોલની મુલાકાત લઈ નવતર પ્રયાસને બિરદાવ્યો...

આ પ્રકલ્પ હેઠળ શહેરી અને ગ્રામીણ સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સની મહિલાઓ દ્વારા ઉત્પાદિત ઇકો-ફ્રેન્ડલી અને સંપૂર્ણ બાયોડિગ્રેડેબલ સામગ્રીને સરકારી, કોર્પોરેટ તેમજ સંસ્થાકીય બજારો સાથે સીધી જોડવામાં આવે છે; જેના થકી મહિલાઓ માટે કાયમી આજીવિકાની તકો સર્જવામાં આવી રહી છે...

મહિલા સશક્તીકરણ, પર્યાવરણીય ટકાઉપણું અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતાનો આ સંકલિત અભિગમ વ્યાપક સામાજિક પ્રભાવ ઊભો કરી રહ્યો છે; આ પ્રકારની પર્યાવરણ પ્રત્યે જવાબદાર વ્યાવસાયિક પદ્ધતિઓ 'સસ્ટેનેબલ ભારત' અને 'વિકસિત ભારત 2047'ના રાષ્ટ્રીય લક્ષ્યોને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે...

#Vadodara #VibrantGujaratRegionalConference #VGRC
📲Get App