🔥 TRENDING ସ୍ଥଳ ଭାଗ ଅତିକ୍ରମ କଲା ବାତ୍ୟା भांडेर कृषक मंडी में व्यापारी‑स्टाफ के... ਚੰਡੀਗੜ੍ਹ ਨਿਗਮ ਚੋਣਾਂ ਦੀਆਂ ਤਾਰੀਖਾਂ ਦਾ ਐਲ... ବିରୁପାକ୍ଷ ଅଗ୍ରୱାଲ ହତ୍ୟାକାଣ୍ଡ: ମୁଖ୍ୟ ଅଭ... Haryana HTET 2026 Exam Scheduled for D... Supreme Court Rules Non-Utilised 1894...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શૉનું આયોજન કરાયું; જેમાં સેમીકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓઈલ અને ગેસ ક્ષેત્રની તકો પર ખાસ ભાર મૂકાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 20 Nov 2026, 12:45 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શૉનું આયોજન કરાયું; જેમાં સેમીકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓઈલ અને ગેસ ક્ષેત્રની તકો પર ખાસ ભાર મૂકાયો...

આ રોડ શૉ અગાઉ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ, IAS અને ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ગુવાહાટી અને આસામના અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી...

આ રોડ શૉમાં ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ, IAS દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરાયું તેમજ ગુજરાતની સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને અન્ય ઉદ્યોગમાં વિકાસની તક દર્શાવતી વિશેષ શોર્ટ ફિલ્મ પણ રજૂ કરાઈ; ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યાવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો તેમજ મંતવ્યો પણ રજૂ કર્યા...

ગુવાહાટીનો આ રોડ શૉ ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને અર્થપૂર્ણ વ્યાવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની ઉત્તમ તક સાબિત થયો...
📲Get App