🔥 TRENDING LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump... Day 3 Box‑Office Surge for ‘Vvaan’ Sta...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામમાં બે કલાકથી વીજળી ડીમ થતાં લોકો પરેશાન, UGVCLની કામગીરી સામે સવાલો

વિરમગામમાં બે કલાકથી વીજળી ડીમ થતાં લોકો પરેશાન, UGVCLની કામગીરી સામે સવાલો

✍️ Reporter: Gilani Asikali 🗓 13 Sep 2026, 10:55 PM 👁 145
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદરનો વિસ્તાર, વડોદરાવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે કલાકથી વીજળી ડીમ રહેતા સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે.
વીજળીની સમસ્યા અંગે ઇલેક્ટ્રિક કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવવા માટે ફોન કરવામાં આવતા ફોન ઉપાડવામાં આવતો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમજ રૂબરૂ ફરિયાદ કરવા જતા હાજર કર્મચારી દ્વારા સમગ્ર વિરમગામ વિસ્તારની વીજળી સંબંધિત ફરિયાદો ઉકેલવા માટે હાલ માત્ર બે જ કર્મચારીઓ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
1.વસિમભાઈ લાઈન મેન
2.વિજયભાઈ હેલ્પર અને આખા અઠવાડીયા દરમ્યાન બેજ વ્યક્તિઓ રહેશે તેવુ જણાવવા મા આવેલ છે તો શુ બે કર્મચારીઓ આખા વિરમગામની ફરીયાદઓ સોલ કરી શકે ખરા
આ પરિસ્થિતિને લઈને UGVCL તંત્રની કામગીરી અને વ્યવસ્થાપન સામે પ્રજામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ છેલ્લા ત્રણ કલાકથી વીજળી ડીમ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બીજી તરફ ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે પૂરતા કર્મચારીઓની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોની માંગ છે કે UGVCL તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વીજળીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેમજ ફરિયાદોના ઝડપી નિકાલ માટે પૂરતા કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App