🔥 TRENDING Andhra Pradesh to Open 22 New Dialysis... NEET PG 2026 Counselling Registration... Amit Shah Criticises Congress Followin... Ahmedabad Residents Angry Over Missing... 158 persecuted minorities receive Indi... Andhra Pradesh Researchers Named in St...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

TRB અને GRD જવાનોની માનવ અધિકાર લડાઈ: હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પિટિશન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Oct 2026, 11:50 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

TRB અને GRD ના જવાનો લાંબા સમયથી અપૂરતું માનદ વેતન, નોકરીની સુરક્ષા અને સગવડોના અભાવથી પીડાઈ રહ્યા છે. હ્યુમન રાઇટ્સ ફેડરેશન ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પિટિશન દાખલ કરશે..

TRB અને GRD ના જવાનો જે ગુજરાતભરમાં અદભુત સેવાઓ આપે છે અને અવિરત ફરજ બજાવે છે, તેઓ લાંબા સમયથી અનેક પડતર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે,જેમ કે અપૂરતું માનદ વેતન,નોકરીની સુરક્ષા અને યોગ્ય સગવડોના અભાવ..

હ્યુમન રાઇટ્સ ફેડરેશન (Human Rights Federation Inc.) ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્રભાઈ આયલાણી અને સંસ્થાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં જવાનોના પ્રશ્નોનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.આ ગંભીર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, હ્યુમન રાઇટ્સ ફેડરેશન હવે ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પિટિશન (PIL) અથવા કાયદેસરની રિટ પિટિશન દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે..

સંસ્થા સ્પષ્ટ કરે છે કે TRB અને GRD ના જવાનો દિવસ-રાત ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે સખત મહેનત કરે છે, છતાં તેમને યોગ્ય ન્યાય અને પારદર્શક નીતિનો લાભ મળતો નથી. કાનૂની લડાઈમાં હ્યુમન રાઇટ્સ ફેડરેશન સંપૂર્ણપણે જવાનોની સાથે છે અને હાઇકોર્ટના માધ્યમથી તેમને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.
📲Get App